ભરૂચ અને અંકલેશ્વરમાં વસતા ઉત્તર ભારતીય સમાજ દ્વારા તળાવ કે નર્મદા નદીના કિનારે છઠ પૂજાની ઉજવણી કરવામાં આવી હતી. ઉત્તર ભારતીયો માટે મહા ઉત્સવ ગણાતો છઠ્ઠ પૂજા ઉત્સવ માટે તળાવ અને નદી કિનારે પૂજા કરી ધન્યતા અનુભવી હતી.
ભરૂચ અને અંકલેશ્વરમાં વર્ષોથી વસતા ઉત્તર ભારતવાસી પરિવાર દ્વારા મહા ઉત્સવ તરીકે ઉજવાતા છઠ્ઠ પૂજાની અંકલેશ્વરમાં ગડખોલ પાટિયા સહિત વિવિધ વિસ્તારનાં ઉત્તર ભારતવાસી લોકો દ્વારા ગઇકાલે સૂર્યોદયથી નિર્જળા વ્રત કરી છઠ્ઠ પૂજાની શરૂઆત કરી હતી તેમજ સાંજે સૂર્ય અસ્ત સાથે જળ કુંડ તેમજ નદી કિનારે ખડે પગે રહી શેરડીને શણગારી દીવા પ્રગટાવી પૂજન અર્ચન કર્યું હતું.
મુકેશ વસાવા : અંકલેશ્વર
Advertisement