‘ટુકડો ત્યાં હરિ ઢૂંકડો અને દેને કો ટુકડા ભલા લેને કો હરિ કા નામ’ આ સૂત્રને સાર્થક કરનાર સૌરાષ્ટ્રના સંત શિરોમણિ જલારામબાપાની આજે 222 મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી ઠેર-ઠેર થઈ રહી છે. કોરોનાના લોકડાઉન બાદ આજે પ્રથમ વખત જલારામ બાપાની જન્મજયંતીની ઉજવણી થઈ રહી છે ત્યારે જલારામબાપાના ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આજે જલારામ બાપાની ૨૨૦ મી જન્મજયંતિ હોય જેના ભાગરૂપે અંકલેશ્વર ગડખોલ સહિતના ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં જલારામ મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું,
જેમાં અંકલેશ્વરના ભરૂચી નાકા સ્થિત જલારામ મંદિરે ગોલાવાવ ગોલવાડ પંચ દ્વારા જલારામ જયંતિ નિમિત્તે શ્રદ્ધાળુઓ દ્વારા મહા આરતી, હવન, પૂજા, પ્રસાદ વિતરણ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આ તકે ભાવિકોએ જલારામ બાપાની મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લઇ ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે ભરૂચ અંકલેશ્વર ગડખોલ સહિતના વિસ્તારના લોહાણા મહાજનના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મુકેશ વસાવા : અંકલેશ્વર
અંકલેશ્વરમાં જલારામ બાપાની 222 મી જન્મ જયંતીની ઉજવણી કરાઇ.
Advertisement