Proud of Gujarat
FeaturedGujaratINDIA

પર્યાવરણનાં દુશ્મનો બેફામ : અંકલેશ્વરમાં હવાની ગુણવત્તા કથળી, એર ક્વોલીટી ઈન્ડેક્ષ પહોંચ્યો રેડ ઝોનમાં.

Share

ભરૂચ જિલ્લામાં ખાસ કરીને વિવિધ જીઆઇડીસી વિસ્તારો આવ્યા છે એમાં પણ અંકલેશ્વર ખાતે મોટા ભાગના ઔધોગિક એકમો કાર્યરત છે, પરંતુ અહીંયા અવારનવાર પર્યાવરણને નુક્શાન પહોંચતા હોવાની વિગતો સામે આવતી હોય છે, એ પછી વાયુ પ્રદુષણને લગતી હોય કે જળ પ્રદૂષણની સમસ્યા, જાણે કે ઠમવાનું નામ ન લેતી હોય તેવી સ્થિતિનું સર્જન થયું છે.

દિવાળીના તહેવાર બાદથી જ જાણે કે પ્રદુષણની માત્રમાં ધરખમ વધારો જોવા મળ્યું છે, ખાસ કરીને વાયુ પ્રદુષણની માત્ર અંકલેશ્વર વિસ્તારમાં ચિંતા જનક સ્થિતિમાં જોવા મળી રહી છે, એર ક્વોલીટી ઇન્ડેક્સમાં PM 2.5 સાથે પ્રદુષણનો આંક ૩૩૩ રેડ જોન પર પહોંચ્યો હોવાનું સામે આવ્યું છે, જે લાંબા સમય સુધી આ હવાના સંપર્કમાં રહેવા પર શ્વસન સંબંધી બીમારી થઈ શકે છે, તેવું પર્યાવરણ પ્રેમીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે.

અંકલેશ્વરમાં અગાઉ પણ પ્રદુષણને લઇ ઘણા આંદોલનો થઇ ચુક્યા છે, જીપીસીબી નું તંત્ર પણ દર વર્ષે અનેક ઉધોગોને ક્લોઝર નોટિસ સહિત દંડનીય કાર્યવાહી પણ કરતું હોય છે તેમ છતાં અહીંયા પ્રદુષણની માત્રામાં સતત વધારો થવાની બાબત ચોક્કસથી સ્થાનિક જનતા માટે મુશ્કેલીઓ સમાન બની છે, કારણે કે જે ઉધોગ નગરી પર્યાવરણ દિવસે મસમોટી ઉજવણીઓ કરતી હોય છે તે જ ઉધોગ નગરીમાં આજે પ્રદુષણની માત્રમાં સતત થતો વધારો અને તેને રોકવા માટેના કોઈ નક્કર પ્રયાસો કરવામાં તંત્રએ હવે મંથન કરવાની જરૂર છે.

હારુન પટેલ : ભરૂચ

Advertisement

Share

Related posts

જેએનયુએ ઘણા મંત્રીઓ, રાજકારણીઓ અને પ્રોફેસરો આપ્યા છે, પરંતુ બોલિવૂડ જેએનયુના પ્રથમ દિગ્ગજ ગીતકાર ડૉ. સાગરનો આભાર માને છે.

ProudOfGujarat

સુરત સિવિલ હોસ્પિટલના ડાયાલિસીસ વિભાગમાં લાગી આગ, દર્દીઓમાં ભાગદોડ

ProudOfGujarat

ભરૂચ જીલ્લાનાં મૂળ વતનીને સાઉથ આફ્રિકાનાં વેન્ડા ખાતે લૂંટી લેવામાં આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!