અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરમાં સફાઈ અભિયાન કરાવવામાં આવતી હોય છે પરંતુ કચરાપેટી હોવા છતાં પણ લોકો પોતાની જવાબદારીઓ ભૂલી કચરો કચરાપેટીમાં કચરો નાંખવાની જગ્યાએ રોડ ઉપર જ કચરો નાંખી દેતા હોય છે.
અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરો ઉઘરાવવાનો ટેમ્પો પણ આવે છે પરંતુ ઘણીવાર ટાઈમસર ટેમ્પો ના આવતા લોકો રોડ ઉપર જ કચરો નાંખી દેતાં હોય છે ત્યારે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ તથા અંકલેશ્વર નગરપાલિકા સફાઈ અભિયાનના કર્મચારી દ્વારા અંકલેશ્વરની સમગ્ર પ્રજાને સ્વચ્છતા રાખવા માટે વિનંતી કરવામાં આવી હતી અને કચરો કચરાપેટીમાં નાંખે તેવો આગ્રહ કર્યો હતો.
મુકેશ વસાવા : અંકલેશ્વર
Advertisement