અંકલેશ્વરના માં શારદા હોલ ખાતે કાનૂની શિક્ષણ શિબિર યોજાઈ હતી. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત રાષ્ટ્રીય કાનૂની સેવા સતા મંડળ દિલ્હીના નેજા હેઠળ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સતા મંડળ ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ દ્વારા 2 ઓક્ટોબરથી 14 નવેમ્બર સુધી કાનૂની શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે
જેમાં સામાન્ય જનતાને કાયદા તથા લીગલ સર્વિસ ઑથોરિટી એકટ રચાયેલા સંસ્થાના કાર્યો તથા કાયદો સામાન્ય જન સુધી પહોંચે સામાન્ય લોકોમાં કાયદા વિષે જાગૃતિ ફેલાય પછાત અને ગરીબ લોકો કાયદાની સમજ મેળવે અન્ય સરકારી લાભ મેળવે તે અંગેની માહિતી કાનૂની શિબિરોમાં આપવાના હેતુસર તેમજ ડોર ટુ ડોર લોકોના ઘરે જઈને પણ કાયદાની સમજ આપવામાં આવી રહી છે ત્યારે ભરૂચ જિલ્લા કાનૂની સેવા સતા મંડળ તથા અંકલેશ્વર તાલુકા કાનૂની સેવા સમિતિના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વર તાલુકામાં કાનૂની શિબિરો યોજાય હતી. જેમાં જે ઝેડ મહેતા સાહેબ, સચિવ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભરૂચ શ્રી એ બી સંગવી સાહેબ, ઇન્ચાર્જ ચેરમેન તાલુકા લીગલ સેવા સમિતિ અંકલેશ્વર હાજર રહ્યા હતા.
મુકેશ વસાવા : અંકલેશ્વર
અંકલેશ્વર તાલુકા સેવા સત્તા સમિતિ દ્વારા લીગલ સર્વિસીસ ડે ની ઉજવણી કરાઇ.
Advertisement