Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં સુરવાડી બ્રિજ પર ટ્રક અને બાઇક અથડાતા અકસ્માતમાં એક યુવક ઘાયલ.

Share

અંકલેશ્વરના સુરવાડી બ્રિજ પર ટ્રક અને બાઇક અથડાતા યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગતરાત્રીના સાંજના સમયે અંકલેશ્વર તરફથી એક બાઇક ચાલક ગડખોલ ગામ જઈ રહ્યો હતો તે દરમિયાન સુરવાડી ગામ નજીક નિર્માણ પામેલ બ્રિજ પર ટ્રક અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો.

ગઈકાલે સાંજે બાઇક નંબર જી.જે.16.ડી.એ.8238 ની બાઇક લઇને એક યુવક ગડખોલ જઈ રહ્યો હતો તે દરમિયાન રસ્તામાં ગામ નજીક બ્રિજ પાસે ઈંટો ભરેલી ટ્રક સાથે આ બાઇકનું ગંભીર રીતે અકસ્માત થતાં આ યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને માર્ગ પરથી પસાર થતા રાહદારીઓએ ઘાયલ થયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. આ અકસ્માત બાદ બ્રિજ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વ.અહમદ પટેલની 74 મી જન્મજયંતિ નિમિત્તે સ્મરણાંજલિ સભાનું ભરૂચ રોટરી ક્લબ ખાતે આયોજન કરવામાં આવ્યું

ProudOfGujarat

ભાવનગર મનપાના દબાણ હટાવ સેલ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં નડતરરૂપ દબાણો દૂર કર્યા

ProudOfGujarat

અંકલેશ્વરથી નાસિક તરફ જતું મહાકાય કન્ટેનર વાલીયા ચોકડી ઓવર બ્રિજ નીચે ફસાતા ટ્રાફિકજામ..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!