Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં બજારો લાભ પાંચમનાં દિવસથી ફરી ધમધમતા થયા.

Share

લાભપાંચમ એટલે વેપાર અને ધંધા રોજગારના મુર્હૂત કરવાનો પવિત્ર દિવસ. અંકલેશ્વરનાં બજારો દિવાળીના દિવસથી બંધ થઈ ગયા હતા જે આજે લાભ પાંચમનાં દિવસથી ફરી ધમધમતા થયા.

દિવાળીના તહેવારના પાંચ દિવસ અંકલેશ્વરના વેપારીઓ અને ધંધાદારીઓએ તેમના ધંધા રોજગાર બંધ રાખ્યાં હતા. આજે લાભ પાંચમે પાંચ દિવસ બાદ ફરી વેપાર-ધંધા અને દુકાનો ધમધમતા થયા. પાંચ દિવસથી સૂમસામ લાગતા બજારો અને રોડ તેમજ અન્ય વિસ્તારોમાં ફરી જનજીવન ધબકતું થયું હતું. લોકો નવા વર્ષમાં તેમના વેપાર કે ધંધા-રોજગાર સારી રીતે ધમધમતા થાય તેવી અપેક્ષા સાથે શુભ મુર્હુતમાં પોતાની દુકાનો કે ધંધા-રોજગારના સ્થાનોને શરૂ કર્યા. લાભ પાંચમના દિવસે વેપાર કે ધંધા-રોજગાર શરૂ કરવાથી સમગ્ર વર્ષમાં સારો લાભ મળે છે તેવી માન્યતા છે. વિવિધ માર્કેટયાર્ડ, એપીએમસી તેમજ અન્ય સ્થાનિક બજારોમાં સારા મુર્હૂતમાં પોતાના વેપાર-ધંધા શરૂ કરાયા હતા.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

જાણો સુરત શહેરના નવા મેયર પદે કોનું નામ થયું જાહેર, અન્ય પદાધિકારીઓના નામો પણ જાહેર

ProudOfGujarat

હોળી પર્વ નજીક આવતા ભરૂચ જીલ્લાના બજારમાં સેવ, સાકર, ચણા, સિંગ અને ધાણીના બજારોમાં તેજી

ProudOfGujarat

ભરૂચમાં ચોરીની મોટરસાયકલ લઈ ફરતા ઈસમની ગણતરીના કલાકોમાં રૂરલ પોલીસે કરી ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!