અંકલેશ્વરનાં બજારો દિવાળીના દિવસથી બંધ થઈ ગયા હતા જે આવતી કાલે લાભ પાંચમનાં દિવસથી ફરી ધમધમતા થશે. લાભપાંચમ એટલે વેપાર અને ધંધા રોજગારના મુર્હૂત કરવાનો પવિત્ર દિવસ.
દિવાળીના તહેવારના પાંચ દિવસ અંકલેશ્વરના વેપારીઓ અને ધંધાદારીઓએ તેમના ધંધા રોજગાર બંધ રાખ્યાં હતા. આવતીકાલે લાભ પાંચમે પાંચ દિવસ બાદ ફરી વેપાર-ધંધા અને દુકાનો ધમધમતી થઈ જશે. પાંચ દિવસથી સૂમસામ લાગતા બજારો અને રોડ તેમજ અન્ય વિસ્તારોમાં ફરી જનજીવન ધબકતું થઈ જશે. લોકો નવા વર્ષમાં તેમના વેપાર કે ધંધા-રોજગાર સારી રીતે ધમધમતા થાય તેવી અપેક્ષા સાથે શુભ મુર્હુતમાં પોતાની દુકાનો કે ધંધા-રોજગારના સ્થાનોને શરૂ કરશે. લાભ પાંચમના દિવસે વેપાર કે ધંધા-રોજગાર શરૂ કરવાથી સમગ્ર વર્ષમાં સારો લાભ મળે છે તેવી માન્યતા છે. વિવિધ માર્કેટયાર્ડ, એપીએમસી તેમજ અન્ય સ્થાનિક બજારોમાં સારા મુર્હૂતમાં પોતાના વેપાર-ધંધા શરૂ કરાશે. નવી દુકાનો તેમજ અન્ય નવા ધંધાનો આરંભ પણ થશે.
મુકેશ વસાવા : અંકલેશ્વર