અંકલેશ્વરમાં ઠેર-ઠેર કચરાનાં ઢગલાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. અંકલેશ્વરનાં ત્રણ રસ્તા સર્કલ, ચૌટા નાકા, નવી નગરી સહિતના વિસ્તારો કચરા અને ગંદકીથી ખડબડે છે. અહીંનાં રહેવાસીઓનું કહેવું છે કે આ વિસ્તારમાં ગંદકી અને કચરાને કારણે રોગચાળો ફાટી નીકળવાની ભીતિ છે.
અંકલેશ્વર નગર પાલિકા દ્વારા દિવાળીમાં સાફ-સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી પરંતુ શહેરના ત્રણ રસ્તા સર્કલ, ચૌટા નાકા, નવી નગરી, પિરામણ નાકા અને પીઠા ફળિયા સહિત અનેક જ્ગ્યા પર ફરી ગંદકીનાં ઢગ જોવા મળી રહ્યા છે અને લોકો કચરા પેટીના બદલે ખુલ્લામાં કચરો ફેકી ગંદકી ફેલાવી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. નગરપાલિકા દ્વારા આવનાર 15 દિવસમાં નગર પાલિકા તંત્ર દ્વારા એક્સશન પ્લાન ધડી દીધો છે અને જાહેરમાં કચરાનો નિકાલ કરતાં લોકો સામે ધારા ધોરણ મુજબ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.
મુકેશ વસાવા : અંકલેશ્વર
અંકલેશ્વરમાં ઠેર-ઠેર ખડકાયા ગંદકીનાં ઢગ : રોગચાળો ફાટી નીકળવાની દહેશત.
Advertisement