Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર- પોતાના ઘરે અંધારું રાખી બીજા ના ઘરે દીવો પ્રગટે તેવું કામ કરી રહ્યા છે ટ્રાફિક ના જવાનો…

Share

અંકલેશ્વર- પોતાના ઘરે અંધારું રાખી બીજા ના ઘરે દીવો પ્રગટે તેવું કામ કરી રહ્યા છે ટ્રાફિક ના જવાનો…

પોલીસ ના હોય તો શું થાય? તે આ ટ્રાફિકના દ્રશ્યો બતાવી રહ્યા છે, ભર દિવાળીના તહેવારમાં ખરે પગે ઊભા રહીને ટ્રાફિકના જવાનો લોકોને કરાવી રહ્યા છે ખરીદી! હાલ અંકલેશ્વર શહેરની અંદર દિવાળી તહેવાર નિમિત્તે લોકો વિવિધ પ્રકારની ખરીદી કરવા નીકળતા હોય છે ત્યારે કેટલીક જગ્યાઓ ઉપર વધુ વાહનોના કારણે ટ્રાફિકની સમસ્યાઓ ખૂબ માત્રામાં વધી જતી હોય છે ત્યારે અંકલેશ્વરમાં ટ્રાફિક ના જવાનો ખડે પગે ઊભા રહીને મોડે સુધી ટ્રાફિક હટાવી લોકોને મદદરૂપ થઇ રહ્યા છે, સમગ્ર જનતા હાલ દિવાળીના તહેવાર નિમિત્તે પોતાના બાળકો સહિત પરિવાર સહિત બજારમાં ખરીદી કરતા હોય છે ત્યારે ટ્રાફિકના જવાનો પણ આ તમામ વસ્તુ નું બલિદાન આપી ખડા પગે ઉભા રહીને પોતાની ફરજ બજાવતા નજરે પડ્યા હતા, સામાન્ય રીતે લોકો ખરાબ નજરથી જોતા હોય છે પરંતુ કેટલીક જગ્યાએ પોલીસ જાણે ભગવાન સ્વરૂપ આપીને આમ પ્રજાને મદદ કરતા હોય છે, આટલા ઓછા પગારની અંદર મોડી રાત સુધી પ્રજાની સેવામાં ખડે પગે ઊભા રહીને ટ્રાફિકના જવાનો પોતાની ફરજ નિભાવતા નજરે પડ્યા હતા

Advertisement

Share

Related posts

જામનગરમાં ન. પ્રા. શિ. સમિતિની શાળા નં. 17/69 ખાતે 74 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

વડોદરા નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાતાં બે વ્યક્તિ ઘાયલ.

ProudOfGujarat

વિશ્વ મહિલા દિનની આગવી રીતે ઉજવણી કરાય.વિવિધ કાર્યક્રમોમાં યોગાનો સમન્વય …

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!