Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં તારક મહેતાનાં ઉલ્ટા ચશ્માનાં કલાકાર અબ્દુલએ “ભૂખ્યાને ભોજન” ટીમની મુલાકાત લીધી.

Share

અંકલેશ્વર જીઆઇડીસીના પ્રતિન ચોકડી વિસ્તારમાં છેલ્લા અઢી વર્ષથી માંગીલાલ રાવલ પરિવારની ટીમ દ્વારા ભૂખ્યાને ભોજન પીરસવામાં આવે છે. ભૂખ્યાને ભોજન પીરસતા લોકોને શુભેચ્છા પાઠવવા માટે ગઈકાલે રાત્રે તારક મહેતાના ઉલ્ટા ચશ્માના કલાકાર અબ્દુલ અંકલેશ્વરના ભૂખ્યાને ભોજન પીરસતાં ટીમના મિત્રો માંગીલાલ રાવલ સહિતના લોકોને મળીને શુભેચ્છા મુલાકાત લીધી હતી.

આ મુલાકાત દરમિયાન તારક મહેતાના કલાકાર અબ્દુલે કહ્યું હતું કે અંકલેશ્વરની ભૂખ્યાને ભોજનની ટીમની કામગીરી અત્યંત સરાહનીય છે. જીવનમાં આપણે બધા જ પેટનો ખાડો પૂરવા માટે કંઈક ને કંઈક કામગીરી કરતા રહીએ છીએ અને અહીં અંકલેશ્વરની આ ટીમ દ્વારા લોકોને ભોજન પીરસવામાં આવે છે. પોતાના ગામમાં કોઈ વ્યક્તિ ભૂખી ન રહી જાય તે માટે જે લોકો કામ કરે છે તેમાં હું પણ મારું યોગદાન આપી શકું તો હું મને ભાગ્યશાળી સમજીશ તેમ તેઓએ જણાવ્યું હતું તેમજ અંકલેશ્વરની જનતાને દિવાળી તેમજ ધનતેરસની શુભેચ્છાઓ પાઠવી હતી.

આ તકે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકાર અબ્દુલે માંગીલાલ રાવલની મુલાકાત દરમિયાન બોરભાઠા બેટના મ્યુઝિક કલાકાર જયેશ પટેલના જન્મદિન નિમિત્તે કેક કાપી ઉજવણી કરી હતી.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં 582 જેટલાં શિક્ષકોની ઘટ, જયારે વિદ્યાસહાયકોની ભરતીમાં વિલંબ

ProudOfGujarat

છોટાઉદેપુર જિલ્લાનાં પાનવડ ગામમાં સાફ સફાઈનાં અભાવે ગંદકીનું સામ્રાજ્ય વ્યાપી જવા પામ્યું ઠેરઠેર ગંદકી – કચરાનાં ઢગ છવાતા લોકોમાં રોગચાળો ફેલાવાનો ભય ફેલાઈ રહ્યો છે.

ProudOfGujarat

વડોદરા : કરજણ પોલીસ મથકમાં મહિલા સુરક્ષા સમિતિની બેઠક યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!