Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : ઝોમેટો રોઇડર્સ દ્વારા વિવિધ પડતર માંગણીઓ મુદ્દે હડતાળ પર ઉતર્યા.

Share

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકામાં આજરોજ ઝોમેટો રોઇડર્સ દ્વારા પોતાની માંગને લઇને સ્ટ્રાઈક કરવામાં આવી હતી.

અંકલેશ્વર તાલુકામા ઝોમેટો રોઇડર્સ દ્વારા વાલિયા ચોકડી પર પોતાની 24 માંગણીઓ સાથે ભેગા થઈ સ્ટ્રાઇક કરવામાં આવી. પેટ્રોલના વધતા જતા ભાવના લીધે ઝોમેટો રોઇડર્સના કિલોમીટરમાં પણ ભાવ વધવો જોઈએ. જેમાં 4.50 રુપીયા છે જેને 6 રુપીયા કિલોમીટરનો વધારો કરવો જોઈએ. મલ્ટી ઓર્ડરમાં મિનિમમ બેઝ મળવું જોઈએ, હોટલના મિસ બિહેવિયર બંધ થવા જોઈએ, ચોમાસા દરમિયાન રોઇડર્સઓને હોટેલ પર બેસવા દેવામાં આવતા નથી. બીજાની આઈડી યુઝ ન થાય તે માટે દરેકને આઇડી કાર્ડ આપવા જોઈએ જેથી કસ્ટમર અથવા હોટલવાળા તમામ વ્યક્તિને તેનો પરિચય હોવો જરૂરી છે જેથી કોઈ અઘટના ન બને. પોલીસ વારંવાર રોકે છે તેમજ તેના લીધે ઓર્ડર ડીલે થાય છે જેથી આઇડી કાર્ડ હોય અથવા તેમની સામે રક્ષણ માટે ઝોમેટોનું આઈડી પ્રુફ હોવું જોઈએ. ઝોમેટોની એપ્લિકેશનમાં વારંવાર પ્રોબ્લેમ આવવાથી પે આઉટ પણ નથી મળતું. કેટલાક હોટલવાળાઓ રાઇડરને ધમકી પણ આપતા હોય છે કે તારું આઈડી બંધ કરાવી દઈશ તેની સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠી છે. આવા 24 જેટલા પ્રશ્નોને લઇ આજે ઝોમેટો રોઇડર્સ દ્વારા વાલિયા ચોકડી પર સ્ટ્રાઇક કરવામાં આવી.

રિઝવાન સોડાવાલા, ભરૂચ

Advertisement

Share

Related posts

સ્માર્ટફોનના વીમા માટે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ અને એરટેલ પેમેન્ટસ બેંકનું જોડાણ.

ProudOfGujarat

દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવતા પ્રવાસીઓ માટે આવી ખુશ ખબર, સફારી પાર્ક મુકાશે ખુલ્લો.

ProudOfGujarat

ભરૂચના આમોદ નજીક ટ્રકે અડફેટે લેતા જુવાનજોધ બે પુત્રો સહિત પિતાનું મોત : ટ્રક ચાલક ફરાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!