આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણી નિમિત્તે શ્રી વમળનાથ સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર આયોજિત અને જિલ્લા રમતગમત અધિકારી કચેરી, ભરૂચ દ્વારા સંચાલિત ભરૂચ જિલ્લાના તાલુકા કક્ષા અનુસૂચિત જાતિ- જનજાતિના યુવક-યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શારીરિક શિક્ષણના પ્રો. ડો. મનેષ પટેલે કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. અંગ્રેજી વિભાગના વડા ડૉ. જી.કે.નંદાએ પ્રમુખ વક્તવ્ય આપતા કહ્યું હતું કે, ” તન અને મનનો એકાત્મભાવ યોગ છે. અનુસુચિત જાતિ જનજાતિજનોએ સામાજિક પછાતપણાને દૂર કરીને વ્યક્તિત્વ વિકાસમાં અગ્રેસર થવું જોઈએ.
નિયમિત યોગ કરવાથી વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ કરી શકો છો.” મનોવિજ્ઞાન સંશોધક ડો હેમંત કે દેખાઈએ પ્રાસંગિક ઉદબોધન આપતા કહ્યું હતું, ” યોગ કરવાથી તમે તણાવ દૂર કરી શકો છો એકાગ્રતા વધારી શકો છો શાંતિનો અનુભવ કરી શકો છો માનસિક રીતે સ્વસ્થ રહી શકો છો. ” આ ઉપરાંત એસ.ટી.એસ.સી. સેલના કન્વીનર ડો. વર્ષા પટેલ તથા કોમર્સ વિભાગના વડા પ્રો. અરવિંદભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. એન.એસ.એસ.પ્રોગ્રામ ઓફિસર ડો.જયશ્રી ચૌધરી , ડો.મનેષ પટેલ, ગુજરાતી વિભાગના વડા પ્રવિણકુમાર પટેલે વિવિધ યોગાસનો નિદર્શન કર્યું હતું. આભારવિધિ એનએસએસ પ્રોગ્રામ ઓફિસર પ્રા.રાજેશ પંડ્યાએ કરી હતી કાર્યક્રમનું સફળ સંચાલન દેવાંગી પટેલ તથા મિતાલી ચૌહાણે કહ્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા માટે રાહુલ વસાવા, દિગ્વિજય, વિશાલ પટેલ, કેમ્પસ એમ્બેસેડર પાયલ કેશવ પટેલ, નિમીષા આહીર તથા તમામ એન.એસ.એસ ટીમ લીડર્સ તથા ક્લાસ મોનીટર્સ વગેરેએ ભારે જહેમત ઊઠાવી હતી. વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું 30-10-2020 ના રોજ સમાપન થશે.
અંકલેશ્વર : શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વ્યક્તિ વિકાસ યોગાસન તાલીમ શિબિર યોજાઇ.
Advertisement