Proud of Gujarat
GujaratFeaturedINDIA

કેરાલાથી પાર્લામેન્ટ દિલ્હી સુધીની સાયકલ યાત્રા અંકલેશ્વર આવી.

Share

બેરોજગારી, પેટ્રોલ-ડીઝલના ભાવોમાં અસહ્ય ભાવ વધારો, ખેડૂતોના બિલ, મહિલાઓ, લઘુમતીઓ તેમજ દલિતો અને આદિવાસીઓ પર થતા અત્યાચારના વિરોધમાં કેરાલાથી પાર્લામેન્ટ સુધી સાયકલ પર વિરોધ પ્રદર્શન કરી યુવા કોંગ્રેસના કાર્યકર્તાઓ આજરોજ અંકલેશ્વર ખાતે આવી પહોંચ્યા હતા.

અંકલેશ્વરમાં આવી તેઓએ સૌપ્રથમ મર્હુમ અહેમદ પટેલ સાહેબની કબર પર જઈ ફુલ ચડાવી શ્રદ્ધાંજલિ આપી હતી.

ત્યારપછી તેઓએ અહેમદ પટેલ સાહેબના પિતૃક ઘરની અને તેમના દ્વારા કાર્યરત સંસ્થાઓની મુલાકાત લીધી હતી, આ પ્રસંગે નગરપાલિકાના વિપક્ષી પૂર્વ ઉપનેતા શરીફભાઈ કાનુગા તેમજ જિલ્લા યુવા કોંગ્રેસના મહામંત્રી વસીમ ફ્ડવાલા, પ્રતીક કાયસ્થ, ઈમ્તિયાઝ બાણવા, સોયેબ શેખ, વિનય વસાવા, એચએમપી ના વસીમ રાજા સિકંદર કડીવાલા, ઇમરાન પટેલ વગેરે હાજર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

સુરત : રોટરી ક્લબ સુરત ઇસ્ટ દ્વારા કોર્પોરેશનની શાળામાં સ્વેટર વિતરણ કાર્યક્રમ યોજાયો…

ProudOfGujarat

ભરૂચમાં આજરોજ વધુ 24 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 1840 થઈ.

ProudOfGujarat

અંકલેશ્વર રૂરલ પોલીસે 4 જુગારીઓને 49,190 ની મત્તા સાથે ઝડપી પાડયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!