અંકલેશ્વરના પિરામણ ગામ સ્થિત રહેણાંક વિસ્તારમાં કેમિકલ કે પેટ્રો કેમિકલની શંકાસ્પદ ઉત્પાદન કે બિનમનજુરીના ઉત્પાદનોના વેચાણ/વિતરણની પ્રવૃત્તિની આસપાસના રહેવાસીઓની ફરિયાદના આધારે જીપીસીબી, પીરામણ પંચાયત અને પુરવઠા વિભાગ દ્વારા તપાસ હાથ ધરી પોલિસ દ્વારા FSL ની કાર્યવાહી કરવા હાલ જથ્થો સિલ કરવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ બનાવની મળતી વિગતો અનુસાર અંકલેશ્વરનાં પિરામણ ગામ સ્થિત હેપ્પી નગર સોસાયટી-2 પ્લોટ નં.33 ખાતે રહેણાંક વિસ્તારમાં પેટ્રોલિયમ જેલી પ્રોડકટ બનાવનારનાં ઘરે GPCB નાં અધિકારીઓ અને પુરવઠા વિભાગ દ્વારા રેડ પાડવામાં આવી છે. અહીંનાં રહેવાસીઓ જણાવે છે કે અત્યંત જ્વલનશીલ પદાર્થ હોય તેમજ કોઈ કેમિકલની દુર્ગંધ આવવાના કારણે અમારે ના છૂટકે GPCB ને જાણ કરવી પડી હતી. રહેણાંક વિસ્તારમાં આ પ્રકારની પ્રોડકટ બનાવવી કેટલે અંશે યોગ્ય કહેવાય? આવા સવાલો સાથે આસપાસના રહીશોએ આક્ષેપો કરતાં અંકલેશ્વરનાં હેપ્પી નગરમાં GPCB નાં અધિકારીઓ અલ્પાબેન વસાવા અને શૈલેષભાઈ પટેલે તેઓના ઘરેથી સેમ્પલ લઈ વધુ તપાસ હાથ ધરી હતી.
આ તકે રહેણાંક વિસ્તારમાં પેટ્રોલિયમ જેલી પ્રોડકટ બનાવનાર રહીશ દ્વારા જણાવવામાં આવ્યું છે કે અમો તાજેતરમા અમદાવાદથી અંકલેશ્વર રહેવા માટે આવ્યા છીએ અને આ પેટ્રોલિયમ જેલી પ્રોડકટથી કોઈ નુકસાન થતું હોવાનું નિવેદન આપ્યું હતું.
મુકેશ વસાવા : અંકલેશ્વર
અંકલેશ્વર : પિરામણ સ્થિત હેપ્પી નગર સોસાયટી-2 ખાતે મકાનમાં પેટ્રોલિયમ જેલી પ્રોડકટ બનાવનાર પર GPCB ની રેડ.
Advertisement