અંકલેશ્વરની શ્રીમતિ કુસુમબેન કડકિયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજને શ્રી મણિલાલ હરિલાલ કડકિયા ટ્રસ્ટે છેલ્લા બે વર્ષથી બંધ કરવા માટેની અરજી આપી હતી. કોલેજને બંધ કરવાની જાણ રાજયકક્ષાના મંત્રી તથા અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ થતાં અંકલેશ્વર-હાંસોટ તથા આજુબાજુનાના ગામના વિદ્યાર્થીઓ ઉચ્ચશિક્ષણથી વંચિત ન રહે તેવા હેતુ સાથે શ્રી મણિલાલ હરિલાલ કડકિયા ટ્રસ્ટને અન્ય ટ્રસ્ટને સોંપણી કરવા શિક્ષણ મંત્રીને રજૂઆત કરી હતી. આ વાતનો શિક્ષણ મંત્રીએ સ્વીકાર કર્યો હતો અને તાજેતરમાં શ્રી મણિલાલ હરિલાલ કડકિયા ટ્રસ્ટે કોલેજની તમામ કામગીરી શ્રી વમળનાથ સેવા ટ્રસ્ટ, કુડાદરા તા.હાંસોટને સોંપવામાં આવેલ છે. બંને ટ્રસ્ટની વહીવટી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજરોજ મણિલાલ ટ્રસ્ટે શ્રી વમળનાથ સેવા ટ્રસ્ટને કોલેજ સોંપી દીધી છે.
શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની વહીવટી કામગીરી અંકલેશ્વરની ઇ.એન.જીનવાલા હાઇસ્કુલ સ્ટેશન રોડ અંકલેશ્વર ખાતે કાર્યરત રાખવામા આવેલ છે અને કોલેજનો સમય સવારે 7:30 થી 11:30 નો રહેશે જેની સર્વે વિદ્યાર્થીઓ વાલીઓએ નોંધ લેવા કોલેજની એક યાદીમાં જણાવાયું છે.
મુકેશ વસાવા : અંકલેશ્વર