અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ના બેજવાબદાર ઉદ્યોગો દ્વારા પ્રદૂષણ ફેલાવવામાં માહિર હોવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે
કેમિકલયુક્ત દૂષિત પાણી આમલાખાડીમાં વરસાદની સિઝનમાં છોડી મૂકવાથી અનેક જળચર પ્રાણીઓના મોત નિપજ્યાં હોવાના બનાવ્યો બન્યા છે પરંતુ ઉદ્યોગો હજી પણ લાપરવાહ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જી.આઈ.ડી.સી. માં આવેલ ઝાયડસ કંપની પાસેની ખુલ્લી કાંસમાં કેમિકલયુક્ત પાણીમાં આરામ કરતાં પશુઓના દ્રશ્યો જોવા મળ્યા હતા. મૂંગા પશુઓને ક્યાં ખબર છે કે આ કેમિકલયુક્ત દૂષિત પાણી તેઓ માટે કેટલું ઘાતક છે પરંતુ તેઓના માલિક સહિત ઉદ્યોગો પણ બેજવાબદાર બન્યા છે ત્યારે જી.પી.સી.બી યોગ્ય પગલાં ભરે તે અત્યંત જરૂરી છે.
મુકેશ વસાવા : અંકલેશ્વર
Advertisement