Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર નેશનલ હાઇવે નં.48 પાસે ગેરકાયદેસર બાયોડીઝલનું વેચાણ કરતાં ચાર શખ્સને ઝડપી પાડતી રૂરલ પોલીસ.

Share

અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નેશનલ હાઇવે નં.48 પાસેથી રૂરલ પોલીસે ગોડાઉનમાં બાયોડીઝલનું વેચાણ કરતાં ચાર શખ્સને ઝડપી પાડયા છે.

અંકલેશ્વર નેશનલ હાઇવે નં.48 ઉપર આવેલ લક્ષ્મી-2 કોમ્પ્યુટર વે-બ્રિજ પાસેના ગોડાઉનમાં અગાઉ પોલીસે દ્વારા સીઝ કરેલ બાયોડીઝલના જથ્થાનું ગેરકાયદેસર વેચાણ થઈ રહ્યું છે જેવી બાતમીના આધારે ભરૂચ એલસીબી પોલીસ મથકના સ્ટાફે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પર ટ્રક નં. GJ-17-UU-0518 માં શંકાસ્પદ બાયો ડીઝલ ભરતા ઝડપી પાડ્યું હતું. પોલીસે ગોડાઉનમાં તપાસ કરતાં નાની-મોટી ટેન્કમાંથી કુલ 5 હજાર લિટર કિં.રૂ. 2,50,000 નું રંગવિહીન આછા પીળા રંગનું પ્રવાહી મળી આવેલ જે પ્રવાહી 11,000 લિટરમાંથી 6,000 જેટલું પ્રવાહીનું વેચાણ કરી દીધેલ હતું. પોલીસે જથ્થો ભરી આપતા કર્મચારી નરપતસિંગ મિસરીમલ રાજપુરોહિતની પૂછપરછ કરતાં આ જથ્થો વિમલ પદ્મારામ રાજપુરોહિતે ભાડે જ્ગ્યા રાખી બાયોડિઝલના જથ્થાનું વેચાણ કરતાં હોવાનું જણાવ્યુ હતું.

પોલીસે 5,000 લિટર મળી કુલ રૂ. 2,50,000 નો મુદ્દામાલ કબ્જે કરી ગોપાલસિંહ પ્રહલાદસિહ રાજપુરોહિત, વિમલકુમાર પદ્મારામ રાજપુરોહિત, આરીફ મુસ્તુફા શેખ, નરપતસિંહ મિસરીમલ રાજપુરોહિત સહિત ચાર ઇસમો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ગુજરાતી ઉદ્યોગપતિ ઘનશ્યામ ધોળકિયાએ મુંબઈમાં ખરીદેલો 185 કરોડના બંગલો

ProudOfGujarat

ભરૂચ : નબીપુર ગામે મોહદદીસે આઝમ મિશન બ્રાન્ચ દ્વારા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચ : ગાંધી નિર્વાણ દિન નિમિત્તે નેહરુ યુવા કેન્દ્ર, નગરપાલિકા અને જન શિક્ષણ સંસ્થાનનાં સંયુકત ઉપક્રમે વાલ્મીકિ વાસમાં શ્રમદાન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!