અંકલેશ્વરની સરદાર પટેલ એન્ડ હાર્ટ ઇન્સ્ટીટયુટ ખાતે પાનોલીની એફએમસી કેમિનોવા ઇન્ડિયા દ્વારા 23 લાખના ખર્ચે ઓક્સિજન પ્લાન્ટ અર્પણ કરવામાં આવ્યો હતો.
સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટીટયુટ અંકલેશ્વર ખાતે એફએમસી કેમિનોવા ઇન્ડિયા પાનોલી દ્વારા કંપની દ્વારા સીએસઆર ફંડમાંથી 23 લાખના ખર્ચે ઓક્સિજન પ્લાન્ટ અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે એફએમસી કેમિનોવા ઇન્ડિયા પાનોલીના સીઈઓ મનોજ ખન્ના, યોગેશભાઈ ત્રિવેદી તથા અંજયભાઈ ભારંભે તેમજ સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટીટયુટના ટ્રસ્ટી ચંદેશભાઈ જોષી, વસીમભાઈ તેમજ હોસ્પિટલના યુનિટ હેડ સંજયભાઈ પટેલ હાજર રહ્યા હતા. આ ઓક્સિજન પ્લાન્ટ 250 લિટર પર મિનિટ ઓક્સિજન હવામાંથી બનાવી શકે છે. જેના દ્વારા જરૂરિયાતવાળા દદીઓને ઓક્સિજન પૂરો પાડી શકાય છે.
મુકેશ વસાવા : અંકલેશ્વર
Advertisement