સમગ્ર ગુજરાતમાં આ વર્ષે ભારે વરસાદનાં પગલે રસ્તાઓનું ધોવાણ થયું છે જેથી આજરોજ અંકલેશ્વર રેલ્વે સ્ટેશનથી ત્રણ રસ્તા સુધીના માર્ગનું રિકાર્પેન્ટિંગ કરી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ભારે વરસાદનાં કારણે શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓ અત્યંત બિસ્માર હાલતમાં જોવા મળે છે જેમાં ભરૂચ અને અંકલેશ્વર સહિતનાં વિસ્તારોમાં વિવિધ જગ્યાઓ પર રસ્તાઓનું નવીનીકરણનું કામ હાથ ધરવામાં આવ્યું છે. આજે અંકલેશ્વર ખાતે સ્ટેશનથી ત્રણ રસ્તા સુધીનાં માર્ગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં આ માર્ગ બનાવવા માટે રૂ. 23 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે તેમજ અન્ય વિસ્તારોમાં પણ રસ્તા બનાવવા માટે રૂ. 65 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.
આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ વિનય વસાવા, ઉપપ્રમુખ કલ્પનાબેન મેરાઈ, કારોબારી અધ્યક્ષ સંદીપભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્રભાઇ પટેલ, શહેર મહામંત્રી મીનેશભાઇ, સંગઠનના હોદ્દેદારો તેમજ વિવિધ કમિટીના ચેરમેન, નગરપાલિકાના સભ્યો તેમજ નગરપાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મુકેશ વસાવા : અંકલેશ્વર