Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : આર્ટસ અને કોમર્સ કોલેજ રાષ્ટ્રીય સેવા યોજના દ્વારા ” ખાદી દિવસ ” ની ઉજવણી કરાઇ.

Share

આર્ટસ અને કોમર્સ કોલેજ અંકલેશ્વર રાષ્ટ્રીય સેવા યોજના દ્વારા ” ખાદી દિવસ ” ની ઉજવણી ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. એનએસએસ પ્રોગ્રામ ઓફીસર ડો.જયશ્રી ચૌધરીએ કાર્યક્રમની ભૂમિકા બાંધતા કહ્યું હતું કે, ” ખાદી એક વિચાર છે. સ્વદેશપ્રેમ સ્વનિર્ભરતા, સ્વાવલંબન મહત્વપૂર્ણ આધાર છે. ખાદી અપનાવો દેશને સ્વનિર્ભર બનાવવામાં સહયોગ આપો ” ડો. જી.કે.નંદાએ ખાદીનું મહત્વ સમજાવતાં કહ્યું હતું કે, ” ખાદી શબ્દ લીસ્સા સાથે નહીં પણ ખરબચડાપણા સાથે જોડાયેલું છે જે આપણી દેશી ભાવને પ્રગટ કરે છે.

આજથી 103 વર્ષ પહેલા ૧૯૧૭-૧૮ માં સાબરમતી આશ્રમ ખાતે ગાંધીજી દ્વારા ખાદી શબ્દ અથવા વસ્તુનો જન્મ થયો. પહેલાં આપણા દેશમાંથી કપાસ ઇંગ્લેન્ડ માન્ચેસ્ટર સુધી પહોંચતું અને ત્યાંથી લીસ્સુ કાપડ બનીને અહીં આવતું અને મોંઘું કાપડ ફરજિયાતપણે આપણે ખરીદવું પડતું. પરંતુ ગાંધીજીના મનમાં અભિમાનભર્યો વિચાર જન્મ્યો કે કપડું ગમે તેવું હોય, ભલે ખરબચડું હોય પણ તે હાથે બનાવેલું હોવું જોઇએ. ગાંધીજીનું એક સ્વપ્ન હતું કે આઝાદી પછી પણ દરેક ગામમાં જરૂરી ચીજ-વસ્તુ બને અને પ્રત્યેક ગામ સ્વાવલંબી બને. સ્વનિર્ભર ભારત અભિયાન અંતર્ગત આપણે સૌએ સ્વદેશી ચીજ વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ. ગ્રામ ઉદ્યોગ આધારિત ચીજવસ્તુઓ આપણે ખરીદીએ તો આપણા દેશવાસીઓને રોજગારી મળશે. ” કાર્યકારી આચાર્ય ડો. હેમંત દેસાઈએ પ્રમુખ વક્તવ્ય આપતા કહ્યું હતું કે, ” મારા પિતાજી , આ કોલેજના સંસ્થાપક મણિલાલ હરિલાલ કડકીયા પોતે, ડો.જી.કે.નંદાના પિતાજી પણ સ્વાતંત્ર સેનાની હતા.

અર્થતંત્ર ચલાવવા માટે અને અંગ્રેજીના અર્થતંત્ર ભાંગવા માટે ખાદી પ્રયોગ કરવાનો વિચાર ગાંધીજીને આવ્યો હતો. આપણે આજે સ્વદેશી વસ્તુઓ ખરીદીએ અને ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરીએ. અલબત્ત આઝાદી ચળવળમાં હજારો કુટુંબોએ પોતાનું યોગદાન – ભોગ આપ્યો હતો. પરંતુ આપણને આસાનીથી આઝાદી મળી ગઈ છે આપણે આઝાદી મેળવી નથી એટલે આઝાદીના મહત્વને કદાચ આપણે સમજતા નથી. ” આઝાદીનો અમૃત મહોત્સવના કો-ઓર્ડિનેટર પ્રવીણકુમાર પટેલે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આભાર વિધિ એનએસએસ પ્રોગ્રામ ઓફિસર રાજેશ પંડ્યાએ કરી હતી અને વિદ્યાર્થીઓને આઝાદીનું મહત્વ દર્શાવતા પુસ્તકો વાંચવાનો અનુરોધ કર્યો હતો. કાર્યક્રમનું સંચાલન પ્રયોશા આહીર અને અદિતિ પટેલે કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે રાહુલ વસાવા, કેમ્પસ એમ્બેસેડર કિશન આહીર અને પાયલ કેશવ પટેલ વગેરે જહેમત ઉઠાવી હતી. કેમ્પસ એમ્બેસેડર કિશન આહીર અને પાયલ કેશવ પટેલે વિદ્યાર્થીઓને મતદાન જાગૃતિ અને ચૂંટણી કાર્ડ બનાવવા માટે અનુરોધ કર્યો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

રાજપીપળા જિલ્લા સેવા સદન ખાતે પ્રાંત અધિકારી કે.ડી ભગતે સરપ્રાઈઝ ચેકીંગ કરતાં માસ્ક વગરનાં કર્મચારીઓ ઝડપાતા દંડ ફટકાર્યો.

ProudOfGujarat

અરવલ્લી : માલપુરના ઉભરાણ ગામે લગ્ન પ્રસંગે મંડપ બાંધતા બે યુવકોના વીજ કરંટથી મોત.

ProudOfGujarat

રાજકોટનાં પોલીસ જ બન્યા સોશિયલ મીડિયાનાં ફેક આઇડી નો શિકાર : પોલીસના નામે ફેક આઇડી બનાવી લોકો પાસેથી માંગે છે પૈસા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!