Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા રેલ્વે સ્ટેશન ખાતે કાનૂની શિબિર યોજાઇ.

Share

આઝાદીના અમૃત મહોત્સવ  અંતર્ગત અંકલેશ્વર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા પેનલ વકીલો અને પીએલવી ભાઈ બહેનો દ્વારા અંકલેશ્વર રેલ્વે સ્ટેશન ખાતે  કાનૂની જાગૃતિ શિબિરનું આયોજન કરી રેલ્વેના કમર્ચારીઓ અને મુસાફરોને જાગૃત કરવામાં આવ્યા હતા.
 
આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત રાષ્ટ્રીય  કાનૂની સેવા સતા મંડળના નેજા હેઠળ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સતા મંડળ ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ દ્વારા  2 ઓક્ટોબરથી 14 નવેમ્બર સુધી કાનૂની શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સામાન્ય જનતાને કાયદા તથા લીગલ સર્વિસ ઑથોરિટી એકટ રચાયેલા  સંસ્થાના કર્યો તથા કાયદો સામાન્ય જન સુધી પહોંચે સામાન્ય લોકોમાં કાયદા વિષે જાગૃતિ ફેલાય પછાત અને ગરીબ લોકો કાયદાની સમજ મેળવે અન્ય સરકારી લાભ મેળવે તે અંગેની  માહિતી કાનૂની  શિબિરોમાં આપવાના હેતુસર તેમજ ડોર ટુ ડોર લોકોના ઘરે જઈને પણ કાયદાની સમજ આપવામાં આવી રહી છે ત્યારે ભરૂચ જિલ્લા કાનૂની સેવા સમિતિ તથા અંકલેશ્વર તાલુકા કાનૂની  સેવા સમિતિના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વર તાલુકામાં  કાનૂની શિબિરો યોજાય રહી છે.

આ કાનૂની શિબિરમાં અંકલેશ્વરના પેનલ વકીલો અને  પીએલવી  ભાઈ બહેનો દ્વારા લોકોને કાનૂની  શિબિર દ્વારા લોકોને માહિતી પુરી પાડી રહ્યા છે ત્યારે અંકલેશ્વર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા અંકલેશ્વરના રેલ્વે સ્ટેશન ખાતે કાનૂની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એડવોકેટ લિયાકત શેખ, નિલેશ પરમાર તેમજ પેરા લીગલ વોલેન્ટિયર નિશી સોની, હેતસ્વી ચૌહાણ, નીલમ પટેલ, ચૈતાલી પટેલની ટિમ દ્વારા રેલ્વેના કર્મચારીઓ તેમજ સફાઈ કામદારો અને મુસાફરોને માહિતી પુરી પાડી હતી તેમજ રેલ્વે સ્ટેશન ખાતે લિગલ અવરનેશ માટે સ્ટોલ ઉભો કરી મુસાફરોને પેમ્પલેટનું વિતરણ કર્યું હતુ.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

નડિયાદ સ્પોર્ટ કોમ્પ્લેક્ષમાં ખેલ મહાકુંભ અંતર્ગત રાજ્ય કક્ષાની દિવ્યાંગ ભાઇઓ-બહેનોની ગોળા ફેંક સ્પર્ધા યોજાઇ.

ProudOfGujarat

વડોદરા : માર્ગો પર ખુલ્લી ડ્રેનેજ અને કાંસની ચેમ્બરો અકસ્માતને આમંત્રણ આપી રહી છે..!!

ProudOfGujarat

લીંબડી નજીક બોડીયા ગામના બ્રીજ પર ટ્રક ચાલકે બાઇકને અડફેટે લેતાં બાઈક ચાલકનું મોત નીપજ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!