અંકલેશ્વર પંથકમાં રસ્તાને કામગીરી લઈને તથા ડ્રેનેજનું ભંગાણએ ઘણી મોટી સમસ્યા બની ચુકી છે ત્યારે પંથકના દરેક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તંત્ર દ્વારા કોઈ કામગીરી હાથ ન ધરાતા આખરે તેઓએ રજુઆત કરવા પહોંચવું પડે છે.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આવેલ ગાયત્રી સોસાયટીના રહીશો દ્વારા અંકલેશ્વર જી.આઈ.ડી.સી. નોટિફાઈડ ઓફિસરને અનેક રજૂઆતો કરી છે છતાં કોઈ કામગીરી થતી નથી. તેઓની સોસાયટી 20 વર્ષ જૂની છે જેમાં આજસુધી રસ્તાઓ બનાવામાં આવ્યા નથી અને રસ્તાઓ નીચાણવાળા વિસ્તારમાં જતા રહ્યા હોવાથી અને તેમાં વરસાદને પગલે મસમોટા ખાડા પડી ગયા હોવાથી તેમાં પાણી ભરાઈ રહે છે જેને પગલે મચ્છરનો ઉપદ્રવ વધી જવા પામ્યો છે. ત્રણ વર્ષોથી આ રોડ નવો બનાવવાની માંગણી હોવા છતાં તેઓ ડામર પાથરીને જતાં રહે છે. અગાઉ પણ માર્ચ મહિનામાં આ અંગે રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કોઈ કામગીરી હાથ ન ધરી હતી. આવનારા દિવસોમાં રોડ નવો બનાવવામાં નહીં આવે તો મહિલાઓએ સદંતર રોડ બંધ કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
મુકેશ વસાવા : અંકલેશ્વર