આજરોજ અંકલેશ્વર નોટિફાઈડ એરિયાની અંદર આવેલા જુદા જુદા રસ્તાઓ પર ખાડા પડી જવાને કારણે જે પરિસ્થિતિનું સર્જન થયું છે જેનાં અનુસંધાને નોટિફાઈડ એરિયા કોંગ્રેસ સમિતિ અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા નોટિફાઈડ એરિયાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
અંકલેશ્વર નોટિફાઈડ એરિયામાં ઘણા સમયથી રોડ, રસ્તાઓ ઉપર મસમોટા ખાડાઓ પડી ગયા છે જેને કારણે રોડ રસ્તાની હાલત ખુબ જ ખરાબ છે. રસ્તાઓ પર પેચવર્ક રિકાર્પેટિંગ ન કરવાને કારણે રસ્તાઓની હાલત દયનીય બનતા લોકોને ચાલવું ત્યાં મુશ્કેલ બન્યું છે. ટ્રાફિકની સમસ્યા ઊભી થવા પામી છે અને તેને લઈને એક્સિડન્ટનું પ્રમાણ પણ વધ્યું છે. લોકોના વાહનોને પણ નુકશાન થઈ રહ્યું છે ત્યારે તંત્રએ હવે જાગૃત થવું જોઈએ.
અંકલેશ્વર નોટિફાઈડ કોંગ્રેસ સમિતિ અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જાહેર જનતાને થઈ રહેલી મુશ્કેલીનું નિરાકરણ લાવવા માટે વહેલીતકે પેચવર્ક શરૂ કરવામાં આવે તેવી રજૂઆત કરતું આવેદનપત્ર પાઠવવામા આવ્યું હતું અને વહેલીટકે કામગીરી હાથ નહિ ધરવામાં આવે તો ગાંધી ચિંધ્યમાર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
મુકેશ વસાવા : અંકલેશ્વર