Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં સબ રજિસ્ટ્રાર પ્રતાપ રથવીને એસીબી એ રૂ. 8 હજારની લાંચ લેતા રંગેહાથે ઝડપી પાડયા.

Share

અંકલેશ્વર તાલુકાના સબ રજિસ્ટ્રાર પ્રતાપ જેસિંગભાઇ રથવી રૂપિયા 8 હજારની લાંચ લેતા એસીબી એ  રંગેહાથ ઝડપી પાડતા સરકારી બાબુઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.

અંકલેશ્વર તાલુકાના એક રહીશ દસ્તાવેજના કામ અર્થે સબ રજિસ્ટ્રાર કચેરીએ ગયા હતા. જ્યાં દસ્તાવેજમાં સહી કરી આપવાના અવેજ રૂપે સબ રજિસ્ટ્રાર પ્રતાપ રથવીએ લાંચની માંગણી કરી હતી. જોકે  ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોય આ અંગે એન્ટીકરપશન  બ્યુરોમાં ફરિયાદ આપવામાં આવી હતી. ફરિયાદના આધારે બુધવારે અંકલેશ્વર સબ રજિસ્ટ્રાર કચેરીએ એસીબી એ છટકું ગોઠવું હતું. જેમાં રૂ. 8 હજારની લાંચ લેતા પ્રતાપ રથવી રંગેહાથ ઝડપાઇ જતા એસીબી એ તેઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

મુકેશ વસાવા : અંકલેશ્વર


Share

Related posts

ભરૂચના ઇન્દિરાનગર ઝૂંપડપટ્ટી વિસ્તાર ખાતે મકાનમાં આગ લાગતા દોડધામ, ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ

ProudOfGujarat

લીંબડી અમદાવાદ હાઈવે પર ટ્રક અને એમ્બ્યુલન્સ વચ્ચે અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે જ દર્દીનું મોત.

ProudOfGujarat

ટ્રેન વ્યવહાર ખોરવાતાં નવસારી અને બીલીમોરા સ્ટેશને મુસાફરો અટવાયા, સંસ્થાઓ આવી મદદે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!