Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં સેલારવાડ ખાતે આસ્થા એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને નોટબુકનું  વિતરણ કરાયું.

Share

અંકલેશ્વરના સેલારવાડ વિસ્તારમાં ઇદે મિલાદુન્નબીના તહેવાર નિમિતે આસ્થા એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને નોટબુક વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

અંકલેશ્વર સેલારવાડ વિસ્તારમાં આસ્થા એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ગરીબ વિદ્યાર્થીઓને ભણવામાં મુશ્કેલી ના સર્જાય તે હેતુસર નોટબુકોનું વિતરણ કરવામાં આવે છે ત્યારે  ઇદે મિલાદુન્નબીના તહેવારના અવસરે  વિદ્યાર્થીઓને  નોટબુક વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આસ્થા એજ્યુકેશનના ટ્રસ્ટનાં આયોજકો દ્વારા સરકારની ગાઇડલાઇન મુજબ સાદગીપૂર્વક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંસ્થા દ્વારા બાળકો અભ્યાસ ક્ષેત્રે આગળ વધે તે માટે  ભણતર અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સૈયદ અંજુમ બાવા, નગર પાલિકાના પ્રમુખ વિનય વસાવા, સૈયદ અનીશ બાવા, સૈયદ સાકીર સાકીર અલી, સહીતના આગેવાનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

ભરૂચનાં ચાવજ ગામે ચાલતી ભાગવત કથામાં આવવા જવા માટે બસની વિનામુલ્યે સુવિધા ઉપલબ્ધ કરાઈ.

ProudOfGujarat

વિશ્વભરમાં ગુજરાતને ટોચનું મગફળી ઉત્પાદક બનાવવાનો ગ્રાઉન્ડ નટ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય.

ProudOfGujarat

ઝધડિયાની આરતી કંપનીમાં બ્લાસ્ટ થતાં ત્રણ શ્રમિકોને ઇજા પહોંચી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!