બસની અસુવિધાના કારણોસર અંકલેશ્વર તાલુકાના બોઇદરા, હજાત, આંબોલી, પારડી ઈદ્રિસ, પિલુદ્રા, મોટવણ, તેલવાના શાળાના વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીનું કાયમી ધોરણે નિવારણ કરી બસની સુવિધા શરૂ કરવા ઉગ્ર માંગ સાથે ઉપરોક્ત ગામ પંચાયતની રજૂઆત અને શાળાના આચાર્યઓની વારંવાર અંકલેશ્વર ડેપો મેનેજરને લેખિત રજૂઆત તારીખ 12-08-2021, 28-09-2021, 1-10-2021, 09-10-2021 ના રોજ કરવામાં આવેલ છે પણ આજદિન સુધી બસની સગવડ પુરી પાડવામાં આવેલ નથી.
સરકારના તથા શિક્ષણ વિભાગના આદેશ અનુસાર ધોરણ 9 થી 10 વર્ગો શરૂ કરવામાં આવેલ છે. શાળાનો સમય 10:00 થી 5:00 સુધીનો છે. બાળકોને આવવા-જવાના માટે મુશ્કેલીઓ ના પડે તે માટે બસની સુવિધાની વારંવાર રજૂઆત કરવા છતાં આજદિન સુધી કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે કુલ ગામ મળી 115 બાળકો અભ્યાસ અર્થે આવે છે જેઓનું ભવિષ્ય બસની અસુવિધા અને ડેપો મેનેજરને લેખિત રજૂઆત કરવા છતાં પણ પરિણામ ના આવતાં બાળકોનું ભવિષ્ય અઘ્ધર છે.