Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર જીઆઇડીસી માં ઉદ્યોગપતિના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી બે શખ્સો ફરાર.

Share

અંકલેશ્વર જીઆઇડીસી માં રાત્રીના અરસામાં વોકિંગ માટે નીકળેલા ઉદ્યોગ અગ્રણીના હાથમાંથી બાઈક ઉપર આવેલ બે શખ્સો આઈફોન મોબાઈલ ઝૂંટવી ફરાર થઇ જતા જીઆઇડીસી પોલીસે તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ અંકલેશ્વર જીઆઇડીસી માં આર.પી. ઇન્ડસ્ટ્રીઝ કંપનીના માલિક ઈશ્વરભાઈ માળી ગતરોજ રાત્રી દરમ્યાન વોકિંગ માટે નીકળ્યા હતા. અંકલેશ્વર જીઆઇડીસીની નિયમ ચોકડી, ગાર્ડન સીટી જવાના માર્ગ ઉપર બાઈક ઉપર આવેલ બે ઈસમો તેઓના હાથમાંથી 1 લાખ ઉપરાંતના આઈફોન મોબાઈલ ઝૂંટવી ફરાર ગયા હતા. આ અંગે ઈશ્વરભાઈ માળીએ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

મુકેશ વસાવા : અંકલેશ્વર


Share

Related posts

સેન્સેક્સ ડેરિવેટિવ્ઝની રેકોર્ડ ઉચ્ચ સ્તરે આગેકૂચ યથાવત, 8.28 લાખ કરોડ સુધી પહોંચ્યું, જે પાછલા સપ્તાહથી 37% વૃદ્ધિ દર્શાવે છે

ProudOfGujarat

અમદાવાદથી કોચી જતી ગો એરની ફ્લાઇટ રદ-કોચીમાં ખરાબ વાતાવરણના કારણે લેવાયો નિર્ણય…..

ProudOfGujarat

અંકલેશ્વર શહેર ના કાસીયા માંડવા ગામ ખાતે બેફામ બની વિદેશી દારૂ નું વેચમ કરતા બુટલેગરને ત્યાં પોલીસે ત્રાટકી હજારો ના મુદ્દામાલ સાથે એક ની અટકાયત કરી હતી………..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!