અંકલેશ્વર તાલુકાની નવા કાંસીયા ગામની સરકારી માધ્યમિક શાળામાં અંકલેશ્વરની યુપીએલ કંપની દ્વારા આપવામાં આવેલ 4 કેજી વોલ્ટના સોલાર પ્લાન્ટનું નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં શાળાની પૂર્વ વિધાર્થીની પાસે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર જીઆઇડીસી ની યુપીએલ કંપની સામાજિક કાર્યોમાં અગ્રેસર રહી છે. આરોગ્ય તેમજ શિક્ષણ ક્ષેત્રે સરાહનીય કામગીરી કરી રહી છે ત્યારે અંકલેશ્વર તાલુકાના નવા કાસીયા ગામની સરકારી માધ્યમિક શાળામાં વીજળીની બચત થાય તેવા ઉમદા હેતુસર યુપીએલ કંપની દ્વારા સીએસઆર ફંડમાંથી રૂપિયા 4 લાખ ઉપરાંતના ખર્ચે 4 કેજી વોલ્ટનો સોલાર પ્લાન્ટ બનાવવામાં આવ્યો હતો. આ સોલાર પ્લાન્ટનો ભરૂચના ધારાસભ્ય અને નાયબ દંડક દુષ્યંતભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ ઉદ્ધઘાટન સમારોહ યોજાયો હતો. જેમાં યુપીએલ કંપનીના યુનિટ હેડ વિનોદસીંગ, સીએસઆર મેનેજર નાથાભાઈ ડોડીયા તેમજ કંપનીના મેનેજર મુકેશ રાણા ઉપસ્થિત રહ્યાં હતા.
આ સોલાર પ્લાન્ટનું નાયબ દંડક દુષ્યંતભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં શાળાની પૂર્વ વિદ્યાર્થીની રિંકલબેન પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તૃપ્તિબેન જાની, ગામના સરપંચ વીરુભાઈ વસાવા, જિલ્લા પંચાયતના સભ્યો તેમજ અંકલેશ્વર તાલુકા પંચાયતના સભ્યો તેમજ શાળાના શિક્ષકો સહીત ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.
મુકેશ વસવા : અંકલેશ્વર
અંકલેશ્વરનાં નવા કાંસીયા ખાતેની સરકારી માધ્યમિક શાળા ખાતે સોલાર પ્લાન્ટનું લોકાર્પણ કરાયું.
Advertisement