આજરોજ તારીખ 18/10/2021 ના સોમવારે અંકલેશ્વર સન ફાર્મા કંપનીના કોર્પોરેટ રિલેશન્સ વિભાગના વડા સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ડો. અઝાદાર ખાનના વરદ હસ્તે અંકલેશ્વર તાલુકાના ભાદી ગામમાં “મોડલ આંગણવાડી” નું ઉદ્ઘાટન સહ અર્પણવિધિ સમારોહનું સુંદર આયોજન કરવામાં આવ્યું.
સન ફાર્મા કંપની ભરૂચ જિલ્લામાં કોર્પોરેટ સામાજિક જવાબદારીના ભાગરૂપે આરોગ્ય, શિક્ષણ, ગ્રામીણ વિકાસ, પર્યાવરણને લગતા વિકાસલક્ષી કાર્યોમા ખુબ જ અગ્રેસર છે.
કંપનીએ તેમના મોડેલ આંગણવાડી ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત આ આંગણવાડીનું સંપૂર્ણ નવીનીકરણ કરી મોડલ આંગણવાડીમાં પરિવર્તિત કરવામાં આવી છે. કંપનીએ આ કાર્ય માટે તેમની ગ્રુપ કંપની સન ફાર્મા ડીસ્ટ્રીબ્યુટસૅ લી. ના સી.એસ.આર. ભંડોળ હેઠળ આશરે રૂપિયા 4,00,000 જેટલો ખર્ચ કરવામાં આવેલ છે જે ગામના સંપૂર્ણ વિકાસ તરફ પાયાનો ભાગ ભજવશે.
આ ઉદઘાટન અને અર્પણવિધિ સમારોહના મુખ્ય મહેમાન અને ઉદ્ઘાટક તરીકે સન ફાર્મા કંપનીનાના કોર્પોરેટ રિલેશન્સ વિભાગના વડા સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ડો. અઝાદાર ખાન હાજર રહ્યા હતા તથા સી.એસ.આર. હેડ બ્રિજેશ ચૌધરી, સી. આર. ડેપ્યુટી જનરલ મેનેજર ભદ્રેશ પટેલ, એચ. આર. હેડ બલજીત શાહ, સી.એસ.આર. સિનિયર એક્સેક્યૂટીવ પ્રતિક પંડ્યા તથા સી.એસ.આર. એક્સેક્યૂટીવ સેજાદ બેલીમ ખાસ ગામના સરપંચ કુસુમબેન વસાવા તથા માજી સરપંચ જુનેદ વાડીયા..રોશન બેન રાયલી સી.ડી.પી.ઓ. આઈ.સી.ડી.એસ. અને સોનલ બેન ઠક્કર આઈ.સી.ડી.એસ સુપરવાઈસર તથા ગામના તમામ આગેવાનો હાજર રહ્યા હતા.
મુકેશ વસાવા : અંકલેશ્વર
અંકલેશ્વર : મોડલ આંગણવાડીનો ઉદ્ઘાટન અને અર્પણ વિધિ સમારોહ યોજાયો.
Advertisement