અંકલેશ્વર રાજપીપળા ચોકડી શુભ લક્ષ્મી સોસાયટીના રહીશો માતાજીનની મૂર્તિનું વિસર્જન કરવા માટે દઢાલ ગામ પાસેથી પસાર થતી અમરાવતી નદીમાં ગયા હતા, જ્યા એક મહિલા સહિત ચાર લોકો નદીના પાણીમાં ડૂબ્યા હતા, ચાર પૈકી ત્રણ કરુણ મોતને ભેટ્યા હતા, જ્યારે એક હજી સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યુ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક આવેલ શુભ લક્ષ્મી સોસાયટીના રહોશો દ્વારા નવરાત્રી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી, જોકે વિજયાદશમીના પાવન અવસર અને નવરાત્રીની પુર્ણાહુતી થતા સોસાયટીના કેટલાક રહીશો માતાજીની મૂર્તિનું વિસર્જન અર્થે દઢાલ ગામ પાસેથી પસાર થતી અમરાવતી નદીમાં ગયા હતા, જ્યા વિસર્જન દરમ્યાન એક મહિલા તેમજ ત્રણ યુવાનો નદીના પાણીમાં ડૂબવા લાગ્યા હતા, તેઓને સ્થાનિક તરવૈયાઓએ નદીના પાણીમાંથી ભાર કાઢીને સારવાર અર્થે ખસેડ્યા હતા.
અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા લલિત કનોજીયા, તરુણ ભગવનસિંગ અને વિષ્ણુ મોદી નામના યુવકોનું સારવાર દરમ્યાન મોત મોત નિપજ્યા હતા. જ્યારે મહિલા હજી સુધી સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યુ હતુ. ઘટના અંગે અંકલેશ્વર તાલુકા પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરુ કરી છે.
મુકેશ વસાવા : અંકલેશ્વર