Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર : ગડખોલ ખાતે પતિ સાથેના અણબનાવ વચ્ચે પત્નીએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું.

Share

અંકલેશ્વરનાં ગડખોલ ખાતે લગ્નના ચાર મહિના બાદ પત્નીને પતિ સાથે ન ગમતા અને પતિના માતા-પિતા સાથે અણબનાવ થયા કરતાં પત્નીએ રસોડામાં સીલિંગ ફેન પર ગળે ફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું હતું.

પોલીસ સૂત્રોથી બનાવ અંગે મળતી માહિતી અનુસાર, ફરિયાદી નીરજ ડૂબેના લગ્ન ચાર મહિના પહેલા જ અંતિમાદેવી સાથે થયા હતા તેઓ હાલ ક્રિષ્ણાકુંજ સોસાયટી ગડખોલ ખાતે તેમના માતા પિતા સાથે રહેતા હતા. લગ્નના થોડા મહિના બાદ પત્નીને માતા પિતા સાથે ફાવતું ન હતું જેથી માતા પિતા ફરિયાદીના બહેન બનેવીમાં ઘરે રહેવા જતા રહ્યા હતા. જે બાદ માતા પિતાને સમજાવીને ઘરે પરત લાવ્યા બાદ પત્ની પતિ સાથે અલગ જ વર્તાવ કરી રહી હતી તેને તેના પતિ સાથે નથી ફાવતું અને એ તેને નથી ગમતો કહેતી હતી.

Advertisement

ગતરોજ રાત્રે નીરજ અને તેના માતા પિતા ઘરની છત પર સુવા માટે ગયા હતા અને પત્ની નીચે ઘર બંધ કરી અને સુઈ ગઈ હતી. આજરોજ સવારે માતા દ્વારા દરવાજો ખોલવાનો પ્રયાસ કરતા પત્નીએ દરવાજો ખોલ્યો ન હતો જે બાદ દરવાજો ખોલીને જોતા પત્ની રસોડામાં લગાવેલ સીલિંગ ફેન પર લટકેલી અવસ્થામાં જોવા મળી હતી જેથી તેને જયાબેનમોદી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઇ જતા તેને મૃત જાહેર કરાઈ હતી.

મુકેશ વસાવા : અંકલેશ્વર


Share

Related posts

જાણો બ્રિટનમાં એવું શું થયું કે સેના બોલાવવા મજબૂર થયા પીએમ ઋષિ સુનક

ProudOfGujarat

સમની ગામની બાવળની ઝાડી માંથી દેરોલ ગામના આશરે 80 વર્ષીય વૃદ્ધનું કંકાલ મળી આવ્યું.

ProudOfGujarat

વાંકલ શ્રી એન.ડી.દેસાઇ હાઈસ્કૂલમાં ટ્રાફિક અવરનેસ અંતર્ગત બાળકો દ્વારા સુંદર કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!