Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જીઆઇડીસીની શ્યામ એન્ટરપ્રાઈઝ કંપનીમાં વિકરાળ આગ : 3 ગંભીર રીતે દાઝયા.

Share

આજરોજ બપોરના અરસામાં અંકલેશ્વર જીઆઈડીસી ખાતે આવેલ શ્યામ એન્ટર પ્રાઇઝમાં કોઈક અગમ્ય કારણોસર એકાએક આગ લાગી હતી. જેમાં 3 જેટલાં કામદારો ગંભીર રીતે દાઝયા હતા જેઓને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા અને આ વાતની જાણ ફાયર ફાઇટરોને થતા તેઓ 3 જેટલાં ફાયર ફાઇટરો લઇ આવી આગને કાબુમાં લીધી હતી.

બનાવ અંગે મળતી માહિતી અનુસાર જીઆઇડીસી કેમિકલ ક્ષેત્રનું ઘણું મોટુ હબ છે જેમાં કેટલીકવાર કેમિકલમાં આગ લાગી જતી હોય છે ત્યારે તેવી જ ઘટના સામે આવી હતી. આજરોજ લગભગ 12 વાગ્યાના અરસામાં કંપનીના એક વિભાગમાં કર્મચારીઓ કામ કરી રહ્યા હતા અને કોઈ અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી જેથી વિભાગમાં જીવ બચાવા માટે લોકો દોડધામ કરી રહ્યા હતા. જેમાં આગ બેકાબુ બની જતા 3 જેટલાં કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. આ વાતની જાણ ફાયર ફાઇટરોને થતા ફાયર ફાઇટરો પોતાના વાહનો સાથે કંપની પાસે આવી ગયા હતા અને ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી. હાલ આગ લાગવાનુ ચોકકસ કારણ જાણી શકાયું નથી.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકાની કેટલીક સરકાર માન્ય દુકાનોમાં ગેરરીતિઓ આચરાતી હોવાની બુમ.

ProudOfGujarat

અમદાવાદ : અટલ બ્રિજ ઉપર કાચમાં તિરાડ પડતાં કાચ ફરતેની જગ્યા કોર્ડન કરાઈ

ProudOfGujarat

અદાણી ફાઉન્ડેશનની તાલીમ રંગ લાવી, ઉમરપાડાની આદિવાસી બહેનોએ બનાવેલું વાંસનું અથાણું અદાણી હાઉસ પહોચ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!