અસત્ય પર સત્યનો વિજય એટલે દશેરા પર્વ, આજે ઠેર-ઠેર શસ્ત્રપુજન સાથે ઉલ્લાસભેર ઉજવાયો હતો. કોરોના મહામારી વચ્ચે રાવણ દહનનાં કાર્યક્રમો મોકૂફ રખાયા હતા, પણ પોલીસ તંત્ર ઉપરાંત વિવિધ સામાજિક અને ધાર્મિક સંગઠનો દ્વારા પરંપરાગત રીતે શસ્ત્રોની પુજાવિધી સાથે વિજ્યા દશમીની ઉજવણી કરાઈ હતી.
અંકલેશ્વર શહેર પોલીસ તંત્ર દ્વારા આજે ઉચ્ચ અધિકારી પી.આઈ રબારી સાહેબની હાજરીમાં પોલીસ હેડ કવાર્ટર ખાતે આધુનિક રાઈફલો સહિતનાં શસ્ત્રો તેમજ પોલીસ દળનાં વાહનોની પણ શાસ્ત્રોક્ત વિધિ સાથે ભાવભેર પુજા કરવામાં આવી હતી. આસો સુદ દશમ એટલે કે દશેરાના પર્વ નિમિતે ઠેર ઠેર શસ્ત્ર પૂજન કરીને ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. પોલીસ અધિકારીઓએ શસ્ત્રોની પૂજા કરી અને આરતી ઉતારી હતી.
મુકેશ વસાવા : અંકલેશ્વર
Advertisement