Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર : વોર્ડ નં ૩ માં વિકાસનાં કામોનું ખાતમુહૂર્ત કરાયું.

Share

આજરોજ અંકલેશ્વર ખાતે આવેલા વોર્ડ નં ૩ માં વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં નગરપાલિકાના પ્રમુખ વિનય વસાવા અને વોર્ડ નં. ૩ ના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

ચોમાસું પૂરું થઇ ગયું છે ત્યારે હવે સરકાર ધીમે ધીમે વિકાસલક્ષી કામો હાથ ધરી રહી છે તેમ લાગી રહ્યું છે. અંકલેશ્વર પંથકમાં વોર્ડ નંબર ૩ માં અમરદીપ સોસાયટી ખાતે આર.સી.સી રોડ તેમજ મુક્તિધામ સોસાયટી, શ્રીરામ સોસાયટી અને રુદ્રલોક સોસાયટીના રોડ મળીને કુલ રૂપિયા ૧૬ લાખના ખર્ચે માર્ગ વિકાસનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. જેનું નગરપાલકા પ્રમુખ વિનય વસવા દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આગામી સમયમાં પણ અંકલેશ્વરના દરેક વોર્ડમાં અવિરત વિકાસના કાર્યો હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું. જેમાં નગરપાલિકા પ્રમુખ વિનય વસાવા, વોર્ડ નંબર ૩ નાં તમામ સભ્યો અને ભાજપના તમામ સભ્યો સહીત આસપાસના રહીશોની ઉપસ્થિતિમાં વિકાસનું કામ શરુ કરવામાં આવ્યુ હતું.

Advertisement

મુકેશ વસાવા : અંકલેશ્વર


Share

Related posts

સુરેન્દ્રનગરનાં લખતર તાલુકાનાં તાવી ગામનાં યુવાન ખેડૂતે ખેડૂતોની વિવિધ માંગણીઓને લઈને એક દિવસીય આંદોલન કરી ઉપવાસ શરૂ કર્યા છે.

ProudOfGujarat

જુબિલન્ટ ભારતિય ફાઉન્ડેશનની ભરૂચ સી.એસ.આર.ટીમ વાગરા તાલુકાના ભેરસમ ગામ ખાતે સ્વચ્છતા હી સેવાનું આયોજન કરાયું

ProudOfGujarat

નડિયાદ : સેવાલિયામાં થયેલ લુંટનો આરોપી ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!