અંકલેશ્વર- ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવી પરત ઘરે આવતાં અને અંકલેશ્વર નું નામ રોશન કરતા વીર જવાન નું સ્વાગત કરવામાં આવ્યું…..
અંકલેશ્વરના સજોડ ગામના પનોતાપુત્ર અને અંકલેશ્વરના વીર જવાન શ્રી દિનેશભાઈ ભગુભાઈ આહીર જીઓ પાછલા 20 વર્ષથી દેશની સેવા અને ઇન્ડિયન આર્મી માં પોતાનો સમય દેશને અર્પિત કરી પોતાની સંપૂર્ણ જવાબદારીઓ નિભાવી પોતાની નોકરી પૂર્ણ કરી આજરોજ અંકલેશ્વર પરત ફરતા અંકલેશ્વરના યુવાનો વડીલો તથા માતા બહેનોએ અંકલેશ્વરના પનોતા પુત્રને ઇન્ડિયન આર્મી ના વીર જવાન નું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું અનેક ખુબ મોટી સંખ્યામાં ઇન્ડિયન આર્મીના અંકલેશ્વરના જવાનને શુભકામનાઓ પાઠવી હતી અને અંકલેશ્વર રેલવે સ્ટેશનથી લઈને પોતાના ગામ સુધી ભવ્ય રેલી યોજી સ્વાગત કરવામાં આવ્યું હતું અને ઇન્ડિયન આર્મી ના જવાન દિનેશભાઈ એ પણ યુવાનોને ઇન્ડિયન આર્મીમાં જોડાવા માટેની અપીલ કરી હતી અને દેશની સેવામાં યુવાનો વધુમાં વધુ મહેનત કરે તેવું પણ તેમને આગ્રહ કર્યો હતો ક્યારે અંકલેશ્વરના પનોતાપુત્ર અને ઇન્ડિયન આર્મીના જવાને સૌ કોઈ આવકારી રહ્યું છે અને શુભકામનાઓ પાઠવી રહ્યું છે