અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ સોસાયટી સંચાલિત શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ ઈ.સ. ૧૯૮૬ થી કાર્યરત છે. સમગ્ર કોરોનાકાળની પરિસ્થતિ દરમિયાન હોસ્પિટલ દ્વારા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવામાં આવી હતી. આ વિકટ પરીસ્થિતીને ધ્યાનમાં રાખતા તેમજ શહેરીજનોને વધુ સારી સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે ગીવ ઇન્ડિયા અને ગ્રામ વિકાસ ટ્રસ્ટ ભરૂચના સંયુકત પ્રયાસથી આ મહત્વપૂર્ણ કામ હાથ ધરવામાં આવ્યું છે.
શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ગીવ ઇન્ડિયા અને ગ્રામ વિકાસ ટ્રસ્ટ ભરૂચના સંયુકત ઉપક્રમે રૂ. ૯૩ લાખના ખર્ચે અદ્યતન ટેક્નોલીજીથી સજ્જ કોવીડ આઈ.સી.યુ તથા ઝઘડીયા સ્થિત વર્ધમાન એક્રેલિક લીમીટેડના સહયોગથી નવા ડાયાલીસીસ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું.
કાર્યક્રમ દરમિયાન ગ્રામ વિકાસ ટ્રસ્ટ ભરૂચના સ્થાપક રમેશભાઈ કસોન્દ્રાના વરદ હસ્તે કોવીડ આઈ.સી.યુ. નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તથા નવનિર્મિત ડાયાલીસીસ સેન્ટરનું ઉદ્દધાટન ઝઘડિયા સ્થિત વર્ધમાન એક્રેલિક લીમીટેડના ગ્રુપ જનરલ મેનેજર આર.એસ.યાદવ દ્વારા કરવામાં આવ્યું હતું.
મુકેશ વસાવા : અંકલેશ્વર
અંકલેશ્વર : જયાબેન મોદી હોસ્પિટલ ખાતે કોવીડ આઈ.સી.યુ તેમજ ડાયાલીસીસ સેન્ટરનું લોકાર્પણ કરાયું.
Advertisement