અંકલેશ્વર ગડખોલ ગામ પાસે દર વર્ષે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવે છે અને લગભગ એક વર્ષ બાદ મેળાનો માહોલ સર્જાયો હતો તે સાથે કાનુની જાગૃતિ શિબિર પણ યોજવામાં આવી હતી.
રાષ્ટ્રી કાનૂની સેવા સતા મંડળના નેજા હેઠળ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સતા મંડળ અનુશ્રયમાં જિલ્લા કાનૂની સેવા સમિતિ ભરૂચ તથા અંકલેશ્વર તાલુકા સેવા સમિતિ દ્વારા સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વર તાલુકામાં તમામ ગામોમાં કાનૂની શિબિરો સતત થઈ રહી છે જેના અનુસંધાને આજે અંકલેશ્વર તાલુકાના 22 ગામોમાં એક સાથે કાનૂની જાગૃતિની શિબિરો યોજાઈ હતી ઉપરાંત ગડખોલ ગામમાં સિંધવાઇ માતાના મંદિરમાં મેળો ભરાયો હતો. મેળામાં સ્ટોલ ઉભો કરીને ગામના લોકોને જાગૃત કરીને ડોર ટુ ડોર સંપર્ક અભિયાન પણ યોજાયું હતું જેમાં પેનલ વકીલો PLV ભાઈ બહેનો દ્વારા કરવામાં આવી જેમાં મોટી સંખ્યમાં લોકોએ કાનૂની જાગૃતિ શિબિરનો લાભ લીધો.
મુકેશ વસાવા : અંકલેશ્વર