અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામમાં મહિલાને અચાનક પ્રસૂતિની પીડા ઉપડતા ઝઘડિયા ખાતે ૧૦૮ દ્વારા લઈ જવામાં આવી રહી હતી તે દરમિયાન ગામ પાસે વધુ પ્રસૂતિની પીડા ઉપડતાં જ સ્ત્રીઓએ 108 માં જ ડીલેવરી કરવાની ફરજ પડી હતી. ઘણા ઓછા કિસ્સાઓમાં બાળકોનો જન્મ ૧૦૮ એમ્બ્યુલન્સમાં જ થયો હોય છે.
સફળતાપૂર્વક ડીલીવરી કરાવતા શિલ્પાબેન તેમજ બાળકનું સ્વાસ્થ્ય સ્વસ્થ જોવા મળ્યું હતું. શિલ્પાબેન જીગ્નેશભાઈ વસાવા ઉમર વર્ષ પચ્ચીસ ઝઘડિયા ખાતે સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા છે. 108 ના પાયલોટ નરેન્દ્ર પરમાર તેમજ ઈ.એન.ટી હર્ષદભાઈ પગીએ સફળતાપૂર્વક પ્રસુતિ કરાવતા લોકોએ કામગીરીની પ્રશંસા કરી હતી.
અંકલેશ્વર પથકમાં આજરોજ ૧૦૮ની ટીમ દ્વારા સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવી હતી. પોતાના જોખમ પર એક સગર્ભાની નોર્મલ ડીલીવરી કરાવી હતી જેની લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી.
મુકેશ વસાવા : અંકલેશ્વર