Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરની આર્ટસ અને કોમર્સ કોલેજ ખાતે નવરાત્રી ઉત્સવની ઉજવણી કરાઈ.

Share

અંકલેશ્વરની આર્ટસ અને કોમર્સ કોલેજ અંકલેશ્વર ખાતે રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત ” આઝાદીનો અમૃત મહોત્સવ ” વર્ષની ઉજવણી નિમિત્તે સમૂહ ભાવનાનો વિકાસ થાય તથા એકાત્મ ભાવના પ્રગટે તે માટે ૧૩ ઓક્ટોબરના રોજ નવરાત્રી ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

કાર્યકારી આચાર્ય ડો.હેમંત દેસાઈએ આરતી કરી હતી. એનએસએસ પ્રોગ્રામ ઓફિસર પ્રા. રાજેશ પંડ્યા તથા ડો.જયશ્રી ચૌધરી, અન્ય અધ્યાપક તથા કેમ્પસ એમ્બેસેડર પાયલ કેશવ પટેલ અને કિશન આહિર તથા તમામ એન.એસ.એસ. ગ્રુપ લીડર્સ તથા ક્લાસ મોનિટર્સ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ સામૂહિક રીતે આરતીમાં ભાગ લીધો હતો. સૌને પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો. આરતી કર્યા બાદ સૌ વિદ્યાર્થીઓ પરંપરાગત રીતે ગરબાના તાલે ઝૂમ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે કિશન પટેલ, રાહુલ વસાવા, રાહુલ પટેલ વગેરેએ જહેમત ઉઠાવી હતી.

Advertisement

Share

Related posts

આફ્રિકાના વેન્ડામાં ગુજરાતી પરિવાર પર હુમલો, ઈજાગ્રસ્તને સારવાર માટે ખસેડાયા, પરિવારજનોમાં ચિંતાનો માહોલ

ProudOfGujarat

ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીત્યા બાદ નીરજ ચોપરાનું બીજું પણ સપનુ સાકાર થયું

ProudOfGujarat

31 ડિસેમ્બરને લઈને નર્મદા પોલીસ એલર્ટ,સાગબરની ધનશેરા ચેકપોસ્ટ પોલીસે સીલ કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!