અંકલેશ્વર પંથકના પશ્વ નગરમાં આવેલ અંબે મા ના મંદિરમાં સાતમના દિવસે ચમત્કારિક અનુભૂતિનું સર્જન થયું હતું. નવરાત્રિ પર્વની ઉજવણી સમગ્ર ગુજરાતમાં આનંદ અને ઉલ્લાસથી થઇ રહી છે ત્યારે સપ્તમીના દિવસે માતાના સાતમા સ્વરૂપની આરાધના કરાય છે.
ગતરોજ અંકલેશ્વરના પશ્વ નગરના અંબે માતાજીનાં મંદિરે લગભગ સાડા નવ વાગ્યાના અરસામાં આરતી કરવામાં આવી હતી. સ્થાનિકના જણાવ્યા અનુસાર જેમાં માતાજીના ગરબા દરમિયાન અચાનક જ સફેદ કાપડ લાલ રંગનું થવા પામ્યું હતું જેમાં માતાજીના હાથમાંથી પહેલા કંકુ પડ્યું હતું અને તે બાદ પગ નીચેથી પણ કંકુ પડ્યું હતું અને ભક્તોને દર્શન આપ્યા હતા. આજરોજ પણ સવારના સમયે ૧૦ વાગ્યે આરતી કરતાં ફરી એ જ ઘટના સર્જાઈ હતી અને પગમાંથી સફેદ કાપડ પર કંકુ પડતા કાપડ લાલ થઇ ગયું હતું આ વાતની જાણ પંથકમાં થતા ભક્તોની ભીડ જામી ગઈ હતી.
મુકેશ વસાવા : અંકલેશ્વર
Advertisement