ગુજરાત રાજ્ય મહિલા આયોગ ગાંધીનગર દ્વારા મહિલાઓને નારી અદાલતની સમજ તથા મહિલા વિષયક તમામ ચોજનાઓની જાણકારી આપી શકાય તે હેતુસર નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજરોજ ગુજરાત મહિલા આયોગ દ્વારા ભરૂચ જીલ્લાના અંકલેશ્વર તાલુકામાં માં શારદા ભવન ખાતે નારી સંમેલનનું આયોજન કરવામાં આવતું હતું. આ આયોજનનો મુખ્ય હેતુ મહિલાઓને સરકારની જુદી જુદી યોજનાઓ લાભ કઈ રીતે મળી શકે તેમજ મહિલા સાથે થઇ રહેલા અત્યાચારો સામે બંધારણીય જોગવાઈ અંગે માહિતી પૂરી પાડવામાં આવી હતી.
આ પ્રસંગે અલ્પાબેન કમલેશભાઈ પટેલ, પ્રમુખ, જિલ્લા પંચાયત, ભરૂચ અતિથી વિશેષમાં વર્ષાબેન એચ. દેશમુખ, અધ્યક્ષ, મહિલા બાળ અને યુવા પ્રવૃત્તિ સમિતિ જિલ્લા પંચાયત, ભરૂચ, આરતીબેન પટેલ અધ્યક્ષ, આરોગ્ય સમિતિ, જિલ્લા પંચાયત, ભરૂચ, વિનયભાઈ વસાવા પ્રમુખ નગરપાલીકા, અંકલેશ્વર કલ્પનાબેન મેરાઈ ઉપ પ્રમુખ નગરપાલીકા અંકલેશ્વર, અરવિંદભાઇ એન. પટેલ પ્રમુખ, તાલુકા પંચાયત, અંકલેશ્વર, તૃપ્તિબેન જાની ઉપ પ્રમુખ, તાલુકા પંચાયત, અંકલેશ્વર નારી સંમેલન કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા.
મુકેશ વસાવા : અંકલેશ્વર