અંકલેશ્વરના રાજપીપળા ચોકડી નજીક જી.ઈ.બી દ્વારા ખોદવામાં આવેલ ખાડામાં ગાય પડી જતા ગાયનું મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જી.ઇ.બી ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ખાડાઓના પગલે નજીકમાં રમતા બાળકો માટે પણ જોખમ હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા.
અંકલેશ્વર નમક ફેકટરીની પાછળના ભાગમાં જી.ઇ.બી દ્વારા ખોદેલા ખાડામાં એક ગાયનું વાછરડું પડી જવાથી તેનું મોત થયું હતું. સ્થાનિક લોકોનું કહેવું છે આ વાછરડું જી.ઇ.બી ની બેદરકારીનાં કારણે મરી ગયું છે. સ્થાનિક લોકોએ મીડિયા સમક્ષ રોષ વ્યક્ત કરી જણાવ્યું કે આજે ગાયનું વાછરડું મરી ગયું છે કાલે કોઈ નાનું બાળક ખાડામાં પડીને મરી જાય તો એની જવાબદારી કોની જી.ઇ.બી નાં કર્મચારીઓ આ ખાડાનું ક્યારે કામ પૂર્ણ કરશે હજુ સુધી એમણે કંઈ જણાવ્યું નથી. બનાવ અંગે જી.ઇ.બી ના કર્મચારીઓને જાણ થતા તેઓ ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા.
મુકેશ વસાવા : અંકલેશ્વર