અંકલેશ્વર નગરપાલિકાની ડોર ટુ ડોર કચરાની ભરેલી ગાડી સૂકાવલી પાસે આવેલા સરસ્વતી પાર્કની સામે ફસાતા નગરપાલિકાની કામગીરી પર અનેકો સવાલ ઉઠવા પામ્યા છે. જ્યારે એમની જ ગાડીઓ માટે રોડ રસ્તા સુરક્ષિત નથી તો આમ જનતા માટે રસ્તાને લઇને પડતી તકલીફને લઈને શું કરી શક્શે ?
આજરોજ અંક્લેશ્વર પંથકમાં નગરપાલિકા વિભાગના લોકોને જ તકલીફ વેઠવાનો વારો આવ્યો હતો. સમગ્ર ભરૂચ સહીત અંકલેશ્વરમાં દરેક જગ્યા પર મસમોટા ખાડા જવા પામ્યા છે તો ક્યાંક ગંદકીથી વિસ્તાર ત્રસ્ત થઇ જવા પામ્યો છે. ત્યારે આજરોજ નગરપાલિકાના જ એક વિભાગની ડોર ટુ ડોર કચરાની ગાડી ગંદકીમાં ફસાઈ જવા પામી હતી. ત્યારે નગરપાલિકા પર અનેક સવાલો ઉઠ્યા છે. ચોમાસાની શરૂઆત થતા જ રસ્તાઓ બિસ્માર થવાથી તંત્રની પોલો ખુલી હતી ત્યારે સસ્વતી પાર્કની સામે કાદવ કીચડથી ગંદકી પામેલ રસ્તા પર કચરાથી ભરેલ ડોર ટુ ડોરની ગાડીઓ ફસાઈ હતી જેને લઈને લોકોમાં રસ્તાની સમસ્યા અંગે ફરી એક દાખલો રજુ કરવામાં આવ્યો છે. ત્યારે પાલિકા દ્વારા શું પગલું ભરવામાં આવશે તે હવે જોવું રહ્યું.
મુકેશ વસાવા : અંકલેશ્વર