આજરોજ રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ દ્વારા કાનુની જાગૃતિ દિવસ એટલે કે શિક્ષણ શિબિરનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શિબિર યોજવાનો મુખ્ય ઉદ્દેશ છે “બેટી બચાવો બેટી પઢાવો”.
૨૧ મી સદી એટલે કે આધુનિક યુગ દરમિયાનમાં કેટલાક ક્ષેત્રોમાં હાલ પણ સ્ત્રી/મહિલા કે નાની બાળકીને આગળ કરવામાં નથી આવતી જેની વિચારધારા હજુ પણ જૂની વિચાર ધારા છે તેવામાં લોકોમાં દીકરો કીકરી એક સમાન અંગે જાગૃતતા લાવવા માટે ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આધુનિક યુગમાં જયારે જ્ઞાન –વિજ્ઞાન અને ટેકનોલોજી ચારેય તરફ ફેલાઈ રહી છે ત્યારે દીકરીઓનું આ મહાસત્તામાં યોગ્ય ઘડતર થાય તે માટે વિવિધ પ્રયત્નો થઇ રહ્યા છે જયારે વડાપ્રધાન ૨૦૧૪ માં પોતાનું કાર્યકાળ સંભાળવા જઇ રહ્યા હતા ત્યારે તેમનું પહેલું પગલું દીકરીઓને આગળ લાવવાનું જ હતું જેમાં નરેન્દ્ર મોદી દ્વારા દીકરીઓ અભ્યાસ કરી શકે તે હેતુસર જનધન યોજના, સુકન્યા યોજના અનેક અન્ય યોજના થકી તેઓને જાગૃત કરવાની પહેલ શરૂ કરવામાં આવી રહી છે. જેમાં આજરોજ ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
મુકેશ વસાવા : અંકલેશ્વર