ગુલાબ વાવાઝોડુ પૂર્ણ થયા બાદ ભરૂચ પંથકમાં ઉકળાટનો માહોલ સર્જાયો હતો. ભરૂચ જિલ્લા સહીત અંકલેશ્વરમાં આજરોજ વીજ કડાકા સાથે વરસાદની તોફાની એન્ટ્રી જોવા મળી હતી. જેમાં અંકલેશ્વરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. હવામાન વિભાગ દ્વારા મળતી માહીતી અનુસાર દરિયામાં સર્જાઈ રહેલા લો પ્રેશરને કારણે અવારનવાર વાવાઝોડા સાથેનો વરસાદ જોવા મળી રહ્યો છે.
આજરોજ બપોરના 12 વાગ્યાથી વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને કાળા ડિબાંગ વાદળો ધેરાઈ જતા વીજ કડાકા સાથે વરસાદ પડયો હતો જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જોરદાર પવન સાથે વરસાદની પધરામણીને પગલે અંકલેશ્વરના ગાયત્રી મંદિર, હસ્તી તળાવ, ગુજરાત હાઉસીંગ બોર્ડ જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. પાણી ભરાવાના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય હતી જેથી રસ્તા પર પાણી ભરાતાં લોકો અટવાયા ગયા હતા. ભરૂચ શહેરના નીચાણવાળા વિસ્તારોમા પણ પાણી ભરાયા હતા.
મુકેશ વસાવા : અંકલેશ્વર
ભરૂચ સહીત અંકલેશ્વર પંથકમાં નવરાત્રી પર્વ પર લાગી બ્રેક : વીજ કડાકા સાથે મેઘરાજાની એન્ટ્રી : નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા.
Advertisement