સમગ્ર દુનિયાની અંદર છેલ્લા બે વર્ષથી કોરોના મહામારી અંતર્ગત અનેક લોકોના મોત નીપજ્યા છે. જેમાં હવે ત્રીજી લહેર સામે લડવા તેમજ બીજી લહેર વખતે જેમ લોકોના પરિજનો દૂર થયા છે તેવી પરિસ્થિતિ ન સર્જાઈ તે માટે સરકાર દ્વારા મોટી સંખ્યામાં ઓક્સિજન પ્લાન્ટ શરુ કરવામાં આવી રહ્યા છે. ત્યારે અંકલેશ્વર તાલુકાના હાંસોટ ખાતે આવેલ કાકા બા હોસ્પિટલ ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે 70 લાખનાં ખર્ચે તૈયાર કરેલા ઓક્સિજન પ્લાનટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દીપ પ્રાગટય કરીને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
અંકલેશ્વર સ્થિત કેડિલા ફાર્માસ્યુટીકલ કંપની દ્વારા તેના ફંડ હેઠળ 70 લાખ રૂપિયાના ખર્ચે 25 નોર્મલ ક્યૂબિક મિટરનો ઓક્સિજન પ્લાન્ટ નિર્માણ કરવામાં આવ્યો હતો. જેનાથી આવનાર ભવિષ્યમાં આશરે 50 જેટલાં દર્દીઓને 24 કલાક અવિરત ઓક્સિજન પૂરો પાડી શકાશે.
લોકાર્પણ કાર્યક્રમમાં હાંસોટ તાલુકા પંચાયત પ્રમુખ ગેમલસિંહ પટેલ, કાકાબા હોસ્પિટલના ડોક્ટર ભરત ચાંપાનેરીયા, અંકલેશ્વર પ્રાંત અધિકારી રમેશ ભગોરા, હાંસોટ પી.એસ.આઈ. કે.એમ ચૌધરી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા.
મુકેશ વસાવા : અંકલેશ્વર
અંકલેશ્વર : કાકા બા હોસ્પિટલ ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરાયું.
Advertisement