Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર ખાતે ‘હવે તો બસ એક જ વાત યોગમય બનશે ગુજરાત’ નું આયોજન કરાયું.

Share

દક્ષિણ ગુજરાતના ભરૂચ જીલ્લામાં આવેલા અંકલેશ્વર ખાતે તા. 7 મી ઓક્ટોબરના રોજ અંકલેશ્વરના સ્ટેશન રોડ, જિનવાલા સ્કૂલ મેદાન પાસે, પીરામણ નાકા નજીક, માઁ શારદા ભવન ટાઉન હોલ ખાતે યોગ સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના અંકલેશ્વરમાં યોજાનારા યોગ સંવાદ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શીશપાલજી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યો હતો.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ‘હવે તો બસ એક જ વાત યોગમય બનશે ગુજરાત’ આ ખાસ યોગસંવાદ (રિફરેશર તાલીમ સત્ર)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અનેક યોગ સાથે જોડાયેલા મહાનુભવોની પણ ઉપસ્થિતિ રહ્યા હતા.

કાર્યક્રમમાં અંકલેશ્વર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતનાં અનેક લોકો હાજર રહ્યા હતા. જે સાથે કેટલાક બાળકો, મહિલાઓ અને પુરુષો દ્વારા સ્ટેજ પર યોગ કરવામાં આવ્યા હતા અને લોકોમાં અનેરો ઉત્સાહ જગાવવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સનું ખાસ ધ્યાન રાખવામા આવ્યું હતું.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

ભરૂચ : દક્ષિણ ઝોનમાં ઓલ ઈન્ડિયા હિન્દુસ્તાન કોંગ્રેસ પાર્ટીનાં કાર્યાલયનો પ્રારંભ.

ProudOfGujarat

લાખો રૂપીયાના ખેરના લાકડાની તસ્કરી ઝડપાઈ વન માફીયોમા હડકમ જાણો ક્યા….!!!

ProudOfGujarat

ભરૂચ નાયબ પોલીસ અધિક્ષક કાર્યાલયમાં બોગસ ડોક્યુમેન્ટ બનાવનાર લોકરક્ષક ને કોર્ટમાં રજૂ કરાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!