આજરોજ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પી.એમ કેર ફંડમાંથી 80 લાખના ખર્ચે 1.87 મેટ્રીક ટન કેપિસીટીના PSA ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. વડાપ્રધાન દ્વારા ભરૂચ સહિત રાજ્યમાં 18 સ્થળે તમામ ઓક્સિજન પ્લાન્ટનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યુ હતું ત્યારે આ પ્રસંગે રાજ્યના નવા સીએમ ભુપેન્દ્ર પટેલ ભરૂચમાં ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. ત્યારે ભરૂચ જિલ્લાના વિપક્ષીઓએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો. અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ ખાતે આમ આદમી પાર્ટીના નેતા હરીશ ભરવાડ, મુકેશ ભાઈ, અંકુર પટેલ ભરૂચ ખાતે મુખ્યમંત્રીનો વિરોધ કરવા જવાના હોય એ પેહલા અટકાયત કરવામાં આવી હતી.
ભરૂચ જીલ્લામાં પણ મુખ્યમંત્રી તેમજ ભાજપા વિરુદ્ધ વિરોધ નોંધાયો હતો તેવામાં અંકલેશ્વર ખાતે પણ આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવવાનું હતું ત્યારે પોલીસને જાણ થતાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો કાર્યક્રમ દરમિયાન વિરોધ પ્રદર્શન કરવાનં જવાના હોય તે પહેલા જ તેઓની અટકાયત કરી અને અંકલેશ્વર જી.આઈ.ડી.સી. ખાતે બેસાડી દેવામાં આવ્યા હતા જેથી કાર્યક્રમમાં કોઈ પણ પ્રકારે અડચણ ઊભી ન થઈ શકે.
મુકેશ વસાવા : અંકલેશ્વર