અંકલેશ્વર શહેરમાં આવેલ ગણેશ ચોક પાસે માથાભારે તત્વોએ ગણેશ વિસર્જન કરવા જતા શ્રદ્ધાળુને માર મારવાના મામલામાં મહિલાઓએ રેલી યોજી આરોપીઓને ઝડપી પાડવાની માંગ કરી હતી
અંકલેશ્વરમાં આવેલ રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં રહેતા શ્રીકાંત રામઅજોર યાદવ અને તેઓના મિત્ર અમરનાથ પાંડે ગત તારીખ-૧૧મી સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જન કરવા જઈ રહ્યા હતા તે દરમિયાન અગમ્ય કારણોસર અવધૂત નગરમાં રહેતા સુરેશ ઉર્ફે સુર્યા ભરવાડ અને અન્ય પાંચ ઈસમોએ અમરનાથ પાંડે સાથે ઝઘડો કરી તેને ઢીકા પાટુનો મારમાર્યો હતો જે બાદ બીજા દિવસે કુંદન દુબેને માર માર્યા બાદ શ્રીકાંત રામઅજોર યાદવની સોસાયટીમાં મારક હથિયારો સાથે ઘુસી આવી તેને મારી નાખવાની ધમકી આપી હતી જયારે ઈજાગ્રત એમ્બ્યુલન્સ લઈ અંકલેશ્વર વિભાગીય પોલીસ વડાની કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યો હતો જે બાદ રવિવારે સોસાયટીની મહિલાઓએ એકત્રિત થઈ ચાંડાલ ચોકડીથી રેલી યોજી પોલીસને રજુઆત કરવા જતી હતી તે દરમિયાન કોઈપણ જાતની મંજૂરી વિનાની રેલીને પોલીસે અટકાવી મહિલાઓને પરત મોકલી આપી હતી ત્યારે મહિલાઓએ માથાભારે તત્વો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.
આરોપીઓની ધરપકડ કરવા અંકલેશ્વરની મહિલાઓએ રેલી કાઢી..જાણો વધુ
Advertisement